કાશ્મીર ખીણમાંથી પંડિતોને સ્થાનાંતર થયાને 30 વર્ષ પૂર્ણ થયા છે. તારીખ 19 જાન્યુઆરી, 1990 ના રોજ કાશ્મીરખીણની પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે 60 હજારથી વધુ પંડિતોને કાશ્મીર છોડવું પડ્યું. તે સમયે, તેઓને પોતાનું ઘર છોડવાનું વાતાવરણ કેવું હતું? પરિસ્થિતિ કેમ આવી? આ બધું ક્યારે શરૂ થયું? તે જાણો
શરૂઆત તો છેક 1984 થી થઈ હતી
1983 ની વાત છે જયારે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સરકાર હતી અને ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી હતા. દિલ્હીમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ બી. કે. નહેરુ પર અબ્દુલ્લાની સરકારને નીચે લાવવા માટે દિલ્હી તરફથી સતત દબાણ હતું. બી.કે. નહેરુ મદદ ન કરી શકતા તેઓને અચાનક એપ્રિલ-1984 માં ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને જગમોહનને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા. ગુલ શાહને દિલ્હી સરકાર દ્વારા ટેકો મળ્યો અને જે તેમને મુખ્યમંત્રી બનાવવાનો પણ પ્રયાસ હતો.
શું છે ગુલ-એ-કર્ફ્યુ?
બી.કે. નહેરુ પીછે હઠ કરતાની સાથે જ ગુલ શાહની આગેવાની હેઠળના 13 ધારાસભ્યો ફારૂક અબ્દુલ્લા સામે ફરિયાદ લઈને જગમોહન પહોંચ્યા. ખેમલતા વખલુ પણ આમાં સામેલ હતી. જેમણે એક વખત બી.કે. નહેરુને કહ્યું હતું કે જો ગુલ શાહ સત્તા પર આવશે તો હિન્દુઓની જિંદગી અને સંપત્તિ અસુરક્ષિત થઈ જશે. હવે તે ગુલ શાહ સાથે હતી. આ રાજકારણ છે.
આખરે અબ્દુલ્લા સરકાર પડી ભાગી અને ગુલ શાહ મુખ્યમંત્રી બન્યા. જનતાએ આ નિર્ણય સામે સખત વિરોધ કર્યો હતો અને અહીંથી ‘ગુલ-એ-કર્ફ્યુ’ શરૂ થયો હતો.ગુલ શાહ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રારંભિક 90 માંથી 72 દિવસ માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ સમયે જ લોકોએ ‘ગુલ-એ-કર્ફ્યુ’ નામ આપ્યું હતું.
ઈન્દિરા હત્યાનું કાશ્મીર કનેક્શન
ઈન્દિરા ગાંધીની ઓક્ટોબર-1984 માં હત્યા કરવામાં આવી. ત્યારબાદ રાજીવ ગાંધી ભારે બહુમતીથી વડા પ્રધાન બન્યા. ત્યારબાદ સત્તામાં પાછા આવા માટે ફારુક અબ્દુલ્લા તેના બાળપણના મિત્ર રાજીવ સાથે વાતચીત કરે છે. 1985 ના અંત સુધીમાં, લગભગ નક્કી થઇ જાય છે કે ગુલ શાહની સત્તાના થોડા દિવસો બાકી છે. પરંતુ ગુલ શાહની વિદાય પૂર્વે કાશ્મીરના ઇતિહાસમાં હિન્દુઓ વિરુદ્ધ સૌથી મોટી કોમી હિંસા થઇ. જેને 1986 ની અનંતનાગ હિંસાના નામે ઓળખાઈ. આખરે ગુલ શાહની સરકાર પડી ભાંગી, પરંતુ, ત્યાં સુધીમાં કાશ્મીર ખીણની પરિસ્થિતિ ઘણી ખરાબ થઇ ગઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું.તે સમયે પાકિસ્તાને કાશ્મીરી છોકરાઓને ગુપ્ત રીતે તાલીમ આપવાનું શરુ કરી દીધું હતું.
અને અંતે હિન્દુઓનું સ્થાનાંતર
1989 માં રાજકીય કારણોસર કાશ્મીરમાં પહેલીવાર રાષ્ટ્રીય પરિષદના મોહમ્મદ યુસુફ હલવાઈને ગોળી મારવામાં આવી હતી. પરિણામ એ આવ્યું કે આવતા મહિને ભાજપના નેતા ટિકલાલ તાપલુ અને જસ્ટિસ નીલકંઠ ગંજુની હત્યા કરવામાં આવી. તે ઘટનાથી કાશ્મીરના પંડિતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહોલ એટલો બગડ્યો કે 1990 માં ફારૂક અબ્દુલ્લાએ પણ રાજીનામું આપ્યું. ત્યારબાદ પંડિતો સામે હિંસા શરૂ થઈ અને છેવટે 60 હજારથી વધારે પંડિતોએ કાશ્મીર ખીણથી સ્થાનાંતર કર્યું.
આ સ્ટોરી અમારા intern સાવન પટેલ દ્વારા વિવિધ માહિતીઓના આધારે કરવામાં આવી છે.
