કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા માપવાનું એક માત્ર સાધન શું હોય છે ? જાહેર છે GDP. GDPની ગ્રોથ રેટ જેટલી વધુ હશે, અર્થવ્યવસ્થા એટલી જ ઝડપથી આગળ વધશે. જો GDPનો ગ્રોથ રેટ ઓછો તો દેશમાં મંદી છે. અને જો આપડા દેશની વાત કરીએ તો સાફ છે કે દેશમાં મંદી છે. GDP નો 5%નો આંકડો એનો ગવાહ છે

અને GDP જે ત્રણ સેક્ટરોના આધાર પર નક્કી કરવામાં આવે છે. એમાંથી એક છે ઉદ્યોગ. જો ઉદ્યોગોનું ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે તો એનો સીધો અસર GDP પર પડે છે અને હાલ પણ એ જ થઇ રહ્યું છે દેશનું ઔદ્યોગિક ઉત્પાદન સતત નીચે જઈ રહ્યું છે. અને 11 નવેમ્બરના આંકડા કહે છે કે દેશનું ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લા આઠ વર્ષ માં સૌથી નીચા સ્તર પર છે.

શું હોય છે ઔદ્યોગિક ઉત્પાદન ?
જેમ કે નામથી બધા જાણે છે, ઉદ્યોગના ઉત્પાદનના આંકડાને ઔદ્યોગિક ઉત્પાદન કહે છે. એમાં ત્રણ મોટા સેક્ટરોનો સમાવેશ થાય છે. પ્રથમ મેન્યુફેક્ચરિંગ. એટલે ઉદ્યોગોમાં જે બને છે, જેમ કે ગાડી, કપડાં, સ્ટીલ, સિમેન્ટ જેવી વસ્તુઓ. બીજું ખનન, જેમાંથી નીકળે છે કોલસા અને ખનિજ અને ત્રીજું છે યુટિલિટીઝ એટલે જાણ સામાન્ય માટે ઉપયોગમાં લેવાથી વસ્તુઓ, જેમ કે રસ્તા, બાંધ અને પુલ. આ બધી મળીને જેટલું પ્રોડક્શન કરે છે, એને કહેવાય છે ઔદ્યોગિક ઉત્પાદન.

કેવી રીતે માપવામાં આવે છે ?
ઔદ્યોગિક ઉત્પાદનને માપવાનુ સાધન છે IIP. એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. એને માપવાનો આધાર વર્ષ છે 2011-12. એટલે 2011-12 ની તુલનામાં આ સમયે ઉદ્યોગો ના ઉત્પાદનમાં કેટલો વધારો કે ઘટાડો થયો. એને કહેવાય છે IIP. આ સમગ્ર IIPના 77.63% ભાગ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને જાય છે. એ ઉપરાંત વીજળી, સ્ટીલ, રિફાઇનરી, કાચું તેલ, કોલસા, સિમેન્ટ, પ્રાકૃતિક ગેસ અને ઉર્વરક આ આઠ મોટા ઉદ્યોગો છે. જેના ઉત્પાદનનો સીધો અસર IIP પર દેખાય છે. દેશમાં આંકડા રજુ કરતી જે સંસ્થા છે CSO (સેન્ટ્રલ સ્ટેટિકસ ઓફિસ), તેઓ દર મહિને આ આંકડા જાહેર કરે છે.

હાલમાં શું થયું ?
11 નવેમ્બર ના રોજ CSO એ આંકડા જાહેર કર્યા છે. CSO અનુસાર સપ્ટેમ્બર, 2019માં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4.3% ઘટાડો આવ્યો. ઔદ્યોગિક ઉત્પાદનમાં છેલ્લા આઠ વર્ષનો સૌથી વધુ ઘટાડો છે, સપ્ટેમ્બર પહેલા ઓગસ્ટ, 2019માં ઘટાડો થયો હતો, પરંતુ ત્યારે માત્ર 1.4% જ હતો. જો ગયા વર્ષની તુલનામાં કરે, તો સપ્ટેમ્બર, 2018 માં ઔદ્યોગિક ઉત્પાદન 4.6% વધ્યો હતો. આઠ વર્ષ પહેલા જયારે IIPની ગણતરી કરવા માટે બેસ ઈયર માં બદલવ કરવામાં આવ્યો હતો અને એને 2004-05 થી બદલીને 2011-12 કરવામાં આવ્યું હતું. તો નવા બેસ ઈયરમાં IIPમાં 5% ઘટાડો આવ્યો હતો.

શા માટે થઇ એવી હાલત ?
સ્ટેસ્ટિક મંત્રાલયના આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં ખનન ક્ષેત્રમાં 8.5%, મેન્યુફેક્ચરિંગ માં 3.9% અને વીજળીમાં 2.6% ઘટાડો નોંધાયો હતો.જેની સીધી અસર IIPના આંકડા પર જોવા મળી રહી છે. સરકારી આંકડા અનુસાર 23 મોટા ઉદ્યોગો માંથી 17 ઉદ્યોગોનું ઉત્પાદન નેગેટિવ રહ્યું. સૌથી વધુ નેગેટિવ ઉત્પાદ રહ્યું મોટી ગાડીઓ જેવા ટ્રેલર બનાવતા ઉદ્યોગો નું, જેમનું ઉત્પાદન -23.6% રહ્યું. ત્યાર પછી નંબર આવે છે ફર્નિચર ઉદ્યોગનો, જેમાં ફેબ્રિકેટેડ ફર્નિચરનું ઉત્પાદન -22% રહ્યું. એ ઉપરાંત બીજા પણ ઘણા મોટા ઉદ્યોગો છે, જેનું ઉત્પાદન નેગેટિવ રહ્યું અને જેના કારણે IIP છેલ્લા આંઠ વર્ષમાં સૌથી નીચલા સ્તર પર આવી ગઈ. જો કે આ દરમિયાન સૌથી વધુ ગ્રોથ લાકડાંથી બનતા સામાનનો રહ્યો અને એમાં 15.5% વધારો નોંધાયો.
31 ઓગસ્ટ, 2019 ના રોજ GDP નવા આંકડા આવ્યા હતા. એમાં જણાવાયું હતું કે વર્ષ 2019ની એપ્રિલ-જુનની ત્રિમાહીમાં GDP 5% પર છે. અને ત્યારે ઔદ્યોગિક ઉત્પાદન માં એટલો મોટો ઘટાડો નોંધાયો હતો. હવે 30 નવેમ્બરે ફરી GDPના આંકડા આવશે. અને એ પહેલા આવ્યા છે ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા, જે આઠ વર્ષના નીચા સ્તર પર છે. એવામાં એનો સીધો અસર GDPના આંકડા પર જોવા મળી શકે છે અને GDP 5% થી પણ નીચે જઈ શકે છે.
