જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પછી શું કરવા માંગે છે મોદી સરકાર તેની પર પણ એક નજર કરવી જોઇએ. સત્તામાં આવવા પહેલાંથી મોદી સરકારે કલમ 370 હટાવવા માટેની યોજના તૈયાર કરી હતી. જેના માટેની સ્થિતિ જોઇ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પછી એક રોડ મેપની સાથે આગળ વધીને આ કલમ સરળતાથી હટાવી છે.
5 ઓગસ્ટના મોદી સરકારે જે નિર્ણય લીધો છે તેનાથી કાશ્મીરમાં નવી દિશા અને વિકાસનો માર્ગ મોકળો થવા જઇ રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં વિકાસની વચ્ચે મોદી સરકાર સમર્ગ દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે કામ કરી રહી છે.
જેના માટે આપણે એક વાત સમજવી જોઇએ, હાલમાં જમ્મુ કાશ્મીર દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા સૌથી વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેની સામે ત્યાંથી કોઇ પણ મોટી આવક થઇ રહી નથી. બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં રોજગારી, હેલ્થ ક્ષેત્રેથી લઇ પ્રવાસન એવા ક્ષેત્રો છે જ્યાં મોદી સરકાર મોટા રોકાણકારોને આમંત્રિત કરી શકે છે.
એક અહેવાલ અનુસાર મોદી સરકાર આ વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં જ જમ્મુ કાશ્મીરમાં રોકાણકારો માટેનું સંમેલન આયોજીન કરવાની યોજના બનાવી રહ્યું છે. જેની સાથે જ દેશના મોટા ઉદ્યોગપતિઓ કાશ્મીરમાં મોટા રોકાણ માટે તૈયાર કરશે.
370ના નાબૂદ થવાની સાથે જ રોકાણકારો માટે પણ નવું મુકામ કાશ્મીર ઓપન થઇ રહ્યું છે. જેનાથી દેશની આર્થિકનીતિને પણ વેગ મળશે અને દેશના રોકરણકારોને પણ તક મળશે. કેમકે અત્યાર સુધી કોઇ પણ રોકાણકાર ત્યાં જમીન કે મિલકત ખરીદી શકતું ન હતું પણ આ એક નવા નિર્માણનો માર્ગ ખુલ્યો છે. સાથે જ હેલ્થકેર ક્ષેત્રે પણ રાજ્યનો વિકાસ થશે.
મોદી સરકારની હાલમાં તો 370 હટાવ્યા બાદ રાજ્યમાં શાંતિ સ્થાપવાની દિશામાં આગળ વધવા પર નજર છે. જેના માટે રાજ્ય પ્રશાસનને પણ વિશ્વાસ છે કે હાલત સુધરશે અને શાંતિ સ્થાપિત થશે. જેનાથી રાજ્યને પણ એક નવી દિશા મળશે. લોકોને રોજગારીની તકો ઊભી થશે અને લાંબા સમયથી રાજ્યમાં થતાં અન્યાયને સમાપ્ત થશે.
જો ભૌગોલિક રીતે જોવામાં આવે તો જમ્મુ કાશ્મીર પર્યટન માટે સૌથી શ્રેષ્ઠ રાજ્ય છે. જેમાં વૈષ્ણવ દેવી જેવા યાત્રા ધામ તો લેહ-લદ્દાખ જેવા ટુરિસ્ટ સ્પોટ આવેલા છે. જેના કારણે રોકાણકારોને ત્યાંથી વધુ લાભ મળી શકે છે. અત્યાર સુધી 370 આ તમામ વિકાસના કામોમાં પણ અવરોધ બની રહી હતી.
હવેની યોજના મુજબ સરકાર ટુરિઝમની સાથે સાથે કાશ્મીરી રેશમ, સાગ અને કિમતી લાકડા પણ ત્યાંના જંગલો માંથી મળી આવે છે. તો ફળોના ઉત્પાદન માટે પણ કાશ્મીર એક ઉત્તમ જગ્યા વર્ષોથી રહી છે. જેનો હવે યોગ્ય વિકાસ થઇ શકે છે.
એટલે એટલું ચોક્કસ કહી શકાય 370 હટાવવાની સાથે મોદી સરકારે એક સાથે દેશના વિકાસના માર્ગ મોકળા કર્યા અને સાથે જ જમ્મુ કાશ્મીરનો મુદ્દો જે 70 વર્ષથી ભારણ બની રહ્યો હતો તેને હળવો કરવાની દિશામાં શરૂઆત કરી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.