ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો (Indian Space Research Organization – ISRO) એ 27 નવેમ્બર સવારે દેશની સુરક્ષા અને વિકાસ માટે ઇતિહાસ રચ્યો. ઇસરોએ સવારે 9:28 એ સેટેલાઈટ Cartosat-3 સફળતાપૂર્વ લોન્ચ કરી દીધું છે. હવે ભારતીય સેના પાકિસ્તાનની નાપાક હરકત અને એમની આતંકી ગતિવિધિઓ પર બાજ નજર રાખી શકશે. જરૂરત પડવા પર આ સેટેલાઇટની મદદ થી સર્જીકલ અને એયર સ્ટ્રાઇક પણ કરી શકશે.
આ ISROનું પાચમું સફળ મિશન છે. Cartosatની સાથે અમેરિકાના 13 નાના કોમર્શિયલ ઉપગ્રહ પણ ભારતની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ લોન્ચિંગ PSLV -C47 રોકેટથી કરવામાં આવ્યું છે. Cartosatનો ઉપયોગ હવામાન અને સૈન્ય માહિતી ભેગી કરવા માટે થશે.
ઈસરો પ્રમુખ સિવને સેટેલાઈટના સફળ લોન્ચિંગ પછી કહ્યું, મને ખુશી છે કે, PSLV-C47 એ Cartosat-3 ની સાથે 13 સેટેલાઈટને સફળતાપૂર્વક તેમની કક્ષામાં પહોંચાડ્યા છે. કાર્ટોસેટ-3 હાઈ રિઝોલ્યુશન સૈન્ય સેટેલાઈટ છે. અમારી પાસે 6 માર્ચ સુધી 13 મિશન લાઈનમાં છે. તેમાંથી 6 મોટા વ્હિકલ મિશન છે. જ્યારે 7 સેટેલાઈટ મિશન છે.

ઇસરોએ Cartosat-3 સેટેલાઈટને 27 નવેમ્બરે સવારે 9:28 વાગ્યે શ્રી હરિકોટા દ્વીપ પર સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC SHAR) ના લોન્ચપેડ-2 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. કોર્ટોસેટ 3 સેટેલાઇટ PSLV-C47 રોકેટથી છોડવામાં આવ્યું. કોર્ટોસેટ 3 પૃથ્વીની 509 કિલોમીટર ઉપરથી ચક્કર લગાવશે. 6 સ્ટેપઓન્સ સાથે આ PSLV ની 21 મી ઉડાન હતી. જયારે PSLV રોકેટની આ 74મી ઉડાન હતી.
હાથની ઘડિયાળનો સમય પણ જોઈ લેશે આ સેટેલાઈટ
Cartosat-3 પોતાની સિરીઝનો આ નવમો સેટેલાઈટ છે. Cartosat-3નો કેમેરો એટલો તો શક્તિશાળી છે કે તે અંતરિક્ષમાં 509 કિલોમીટરની ઉંચાઈ પરથી જમીન પર 9.84 ઈંચ સુધીના સ્પષ્ટ ફોટા લઈ શકશે, એટલે કે તમારા કાંડા પર બાંધવામાં આવેલી ઘડિયાળમાં સમયની પણ સટીક જાણકારી મેળવી લેશે.

સૌથી તાકતવર સેટેલાઈટ કેમેરો હશે Cartosat-3માં
Cartosat-3નો કેમેરો એટલો શક્તિશાળી છે કે સંભવતઃ અત્યાર સુધીનો આ સૌથી સટીકતા વાળા સેટેલાઈટ કેમેરા કોઈ પણ દેશ દ્વારા લોન્ચ કરાવમાં આવ્યા નથી. અમેરિકાની ખાનગી સ્પેશ કંપની ડિજીટલ ગ્લોબના જીયોઆઈ-1 સેટેલાઈ 16.14 ઇંચની ઉંચાઈ સુધી ફોટા લઈ શકે છે.

Cartosat-3નો ઉપયોગ દેશની સીમાઓ પર નજર માટે થશે. સાથે જ પ્રકૃતિની આપત્તિઓમાં પણ મદદ મળશે. પાકિસ્તાન અને એમના આતંકી કેમ્પ પર નજર રાખવા માટે આ મિશન દેશની સૌથી શક્તિશાળી આંખ હશે. આ સીમાઓ પર નજર રાખશે. દુશ્મન અને આતંકીઓ એ જો હિમ્મત કરી તો આ આંખની મદદથી આપડી સેનાએ એમને ઘરમાં ઘૂસીને મારશે.
