વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra Modi)એ કૃષિ ક્ષેત્રમાં વિકાસ માટે એગ્રિકલચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ(agriculture infrastructure fund) હેઠળ એક લાખ રૂપિયા કરોડની ફાઇનાન્સિયલ સુવિધા શરુ કરી છે. આ ફંડની ઘોષણા નાણામંત્રી નિર્મલા સીતારમણે(Nirmala sitaraman) મેંમાં કરીબ 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજ અંતર્ગત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એની શરૂઆત કરી. જેનું બજેટ 1 લાખ કરોડ રૂપિયાનું હશે. એક લાખ કરોડ રૂપિયાના ફંડનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે સબંધિત ઢાંચામાં વિકાસના કામો માટે થશે. જેમકે સહકારી સલામતી, કિશાન ઉત્પાદન સંગઠન અને કૃષિ ઉદ્યમી સહીત ઘણા અન્યને એમાં મદદ મળશે.
ફંડથી શું શું કામ થશે

ફંડ દ્વારા કરવામાં આવાવના કામોમાં કોલ્ડ સ્ટોરેજ, વયરહાઉસ, કલેક્શન સેન્ટર, પ્રોસેસિંગ યુનિટ, ઓળખ કેન્દ્ર, ગ્રેડિંગ, પેકેજીંગ યુનિટ, ઈ-પ્લેટફોર્મ જેવા એકમોની સ્થાપના કરવામાં આવશે જેથી પાકના પાયાના ઢાંચાનું વિકાસ થશે. ઉત્પાદન પછી પાકોના મેનેજમેન્ટ સબંધિત પાયાના ઢાંચાના વિકાસમાં સહાયતા મળશે. ખેડૂતો માટે ખેતરોની આજુબાજુના ક્ષેત્રમાં પર્યાપ્ત માત્રામાં કોલ્ડ ચેન અને લણણી પછી મેનેજમેન્ટના પાયાના ઢાંચામાં ઘટાડો જોતા આ ઘોષણા કરવામાં આવી છે. જે હેઠળ પ્રોજેક્ટ્સને મીડીયમ અને લોન્ગ ટર્મની ફાયનાન્સ સુવિધા એટલે દેવું અથવા રોકાણનું આયોજન કરી આપવામાં આવશે.
સ્કીમની કેટલી સમય મર્યાદા હશે.
આ સ્કીમની સમય મર્યાદા 10 વર્ષ એટલે 2020 થી 2029 સુધી હશે. જે હેઠળ પહેલા વર્ષે એટલે આ નાણાકીય વર્ષમાં 10,000 કરોડ રૂપિયા અને ત્યાર પછી દર ત્રણ વર્ષે 30-30 હજાર કરોડ રૂપિયા જારી કરવામાં આવશે। જે હેઠળ દસ વર્ષમાં પુરા 1 લાખ કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવશે। આ ફંડ વ્યાજ તથા લોન ગેરંટી દ્વારા પાક ઉપરાંત મેનેજમેન્ટના પાયાના ઢાંચુ એટલે સામુદાયિક કૃષિ પરિસંપત્તિ માટે વ્યવહાર્ય પરિયોજનાઓમાં રોકાણની સુવિધા હશે.
કોને અને કેવી રીતે થશે ફાયદો
આ યોજના હેઠળ 3% પ્રતિ વર્ષ દેવું માફ અથવા બે કરોડ રૂપિયા સુધીના દેવા માટે સીજીટીએમએસઈ સ્કીમ હેઠળ લોન ગેરંટી કવરેજ સાથે દેવાના રૂપમાં બેંકો અથવા ફાયનાન્સ સંસ્થાઓ દ્વારા એક લાખ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરવામાં આવશે. એક લાખ કરોડ રૂપિયાના ફંડની મદદથી બેન્ક અને નાણાકીય સંસ્થા, પ્રાથમિક કૃષિ દેવા સોસાયટી(PACS), ખેડૂતો, માર્કેટિંગ સહકારી સમિતિઓ, કિસાન ઉત્પાદક સંગઠનો(FPOs), સ્વયં સહાયક સમૂહો(SHG), સંયુક્ત જવાબદેહી સમૂહ (JLG), બહુઉદ્દેશીય સહકારી સમિતિઓ, કૃષિ ઉદ્યમી, સ્ટાર્ટ અપ્સ અને કેન્દ્રીય/રાજ્ય એજન્સીઓ સથવા સાર્વજનિક-ખાનગી કરાર પરિયોજન સ્થાનીય નિકાયોની મદદ કરવામાં આવશે.

ઓનલાઇન થશે મોનીટરીંગ
આ ફંડની મોનીટરીંગ એક ઓનલાઇન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (MIS) દ્વારા થશે. જેના દ્વારા બંધ પાત્ર લોકો લોન માટે આવેદન કરી શકશે. આ સિસ્ટમ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તર પર મોનીટરીંગ થશે જેથી રિયલ ટાઈમ મોનીટરીંગ થઇ શકે.
મોનીટરીંગ અને વ્યાજ છૂટ
આ લોનની ભરપાઈમાં 6 મહિનાથી 2 વર્ષમાં મોનીટરીંગ અથવા પરત કરવાની અવધિ વધારવાનો લાભ મળી શકે છે અને 3% વર્ષે વ્યાજની છૂટ મળશે. આ વ્યાજ છૂટ મહત્તમ 7 વર્ષની મળશે।
દેવા પર ક્રેડિટ ગેરેન્ટી
પાત્ર આવેદનોને આ લોન પર ક્રેડિટ ગેરેન્ટી પણ ઉપલબ્ધ રહેશે. આ માઈક્રો એટલે સ્મોલ એન્ટરપ્રાઇઝ (MSE) માટે બનેલ ક્રેડિટ ગેરેન્ટી ફંડ ટ્રસ્ટ(CGTMSE) હેઠળ આપવામાં આવશે. અને 2 કરોડ રૂપિયા સુધીની લોન પર ઉપલબ્ધ રહશે.
આ પણ વાંચો : પોલીસે પ્રખ્યાત યુટ્યુબર ધવલ દોમડીયાને જુગાર રમતો ઝડપ્યો
