શરીરમાં કુદરતી રીતે બનતો નાઈટ્રીક ઓકસાઈડ કોવિડ 19ની રસી ન આવે ત્યાં સુધી કોરોના વાયરસ સંક્રમણની સંભવિત સારવાર બની શકે છે. નાઈટ્રીક ઓકસાઈડ દર્દીઓમાં સાર્સ-કોવ-2 કોરોના વાયરસનો ફેલાવો અટકાવે છે. નાઈટ્રીક ઓકસાઈડ નાઈટ્રોજનનો એક ઓકસાઈડ છે. નાઈટ્રોજનનો એક ઓકસાઈડ છે. નાઈટ્રોજન-નાઈટ્રસ ઓકસાઈડથી નાઈટ્રીક ઓકસાઈડ જુદો છે.
નાઈટ્રીક ઓકસાઈડ મોસેકયુલ વેલોડિલેટર છે, જે રકતપ્રવાહ વધારવા લોહીની શિરાઓ પહોળી કરે છે, અને એથી એની શરીર પર એન્ટી ઈન્ફલેમેટરી અસર સર્જાય છે. નાઈટ્રીક ઓકસાઈડની એન્ટીવાયરસ અસર ચકાસવા વિજ્ઞાનીઓએ સાર્સ કોવ-2 થી સંક્રમીત વાનર સેલ કલ્ચરનો ઉપયોગ કર્યો હતો. નાઈટ્રીક ઓકસાઈડ પેદા કરવા તેમણે ‘સ્નેપ’ નામના રસાયણો સાથે કોશિકાની સારવાર કરી હતી. વિજ્ઞાનીઓએ અભ્યાસમાં જણાયું કે નાઈટ્રીક ઓકસાઈડમાં પ્રોટીઝ, એટલે કે ચાવીરૂપ એન્ઝાઈમ છે, અને વાયરસ સાર્સ કોવ-2ને વિકસવા એની જરૂર છે.
તારણોના આધારે વિજ્ઞાનીઓ એવા મત પર આવ્યા છે કે નાઈટ્રીક ઓકસાઈડ શ્ર્વાસમાં લેવામાં આવે તો કોવિડ 19ના તીવ્ર દર્દીઓની હાલત સુધરી શકે છે. આથી તેમણે નાઈટ્રીક ઓકસાઈડનો કોરોના વાયરસ ઈન્ફેકશનની કિલનીકલ ટ્રીટમેન્ટ માટે ભલામણ કરી છે. અગાઉ 2006ના અભ્યાસમાં પણ જણાયું હતું કે નાઈટ્રીક ઓકસાઈડ સાર્સ કોવની પુનરાવર્તીત થવા દેવો નથી. સાર્સ કોવ પણ સાર્સ કોવ-2 જેવો હોવાથી હાલની મહામારીને એ નામ અપાયું છે.