ગૂગલ પર The End Of Indiaને લઇને ચર્ચાઓ જોરમાં છે. પૂર્વ ક્રિકેટર અને BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીની દીકરી સના ગાંગુલીએ ધ એન્ડ ઑફ ઇન્ડિયા પુસ્તકનો એક અંશ શેર કર્યો છે. સેમ એ જ અંશ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ શેર કર્યો છે. ચાલો જાણીએ ખુશવંત સિંહની આ બુક આટલી ચર્ચામાં કેમ છે આ બુકમાં એવું તો શું લખ્યું છે જેને લઇ ભારતમાં આટલો મોટો વિવાદ ઉભો થઇ ગયો છે જો કે સૌરવ ગાંગુલીએ પોતાની દીકરીને આ બધાથી દૂર રાખવાની અપીલ કરી છે.
સૌરવ ગાંગુલીની 18 વર્ષની દીકરી સના 12માં ધોરણની વિદ્યાર્થિની છે. તેણે 18 ડિસેમ્બરનાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુશવંત સિંહનાં પુસ્તકની કેટલીક લાઇનો પોસ્ટ કરી હતી. જાણીતા લેખક ખુશવંત સિંહનાં પુસ્તક ‘ધ એન્ડ ઑફ ઇન્ડિયા’નાં આ અંશમાં ફાસીવાદી તાકાતો વિરુદ્ધ લખવામાં આવ્યું છે. જે પાનું પોસ્ટ કર્યું હતું એમાં લખવામાં આવ્યું હતુ કે, ‘ફાસીવાદી તાકાતો હંમેશા એક અથવા બે નબળા વર્ગોને નિશાન બનાવે છે. નફરતનાં આધાર પર શરૂ થયેલું આંદોલન ત્યારે ચાલી શકે છે જ્યાં સુધી ભય અને સંઘર્ષનો માહોલ બનેલો રહે.’ તેમણે પોસ્ટમાં લખ્યું હતું ‘આજે આપણામાંથી જે લોકો એ વિચારીને પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે કે તેઓ મુસલમાન કે ઈસાઈ નથી, તેઓ મૂર્ખોની દુનિયામાં જીવી રહ્યા છે.’ જો કે ત્યારબાદ આ પોસ્ટ ડીલીટ કરી દેવામાં આવી હતી.
ખુશવંત સિંહે આ બુક 2003માં લખ્યું હતુ. મૃત્યુનાં 5 વર્ષ બાદ કૉલમનિસ્ટ, જર્નાલિસ્ટ અને લેખક ખુશવંત સિંહ એકવાર ફરી ચર્ચામાં છે. આ ચર્ચા તેમના વિવાદીત પુસ્તકોમાંથી એકનાં કારણે થઈ રહી છે. તેમણે 2003માં ગુજરાત રમખાણોનાં એક વર્ષ પછી આ બુક લખી હતી. આ બુકને પેંગ્વિન બૂક્સે પ્રકાશિત કર્યું હતુ.
પોતાના પુસ્તકનાં અવલોકનમાં તેમણે લખ્યું છે કે, ‘મને લાગ્યું કે જેમ રાષ્ટ્ર ખત્મ થવા તરફ આગળ વધી રહ્યું છે. અડધી સદી પહેલા દેશ ભાગલાની હિંસાનો સાક્ષી બન્યો. આટલા દિવસોમાં દેશમાં ઘણું બધુ સારું થઈ શકતુ હતુ, પરંતુ લાગી રહ્યું છે કે આનાથી ખરાબ થવાનું હજુ બાકી છે.’ પોતાના પુસ્તકમાં તેમણે દેશ-દુનિયામાં જાતિગત, ધાર્મિક હિંસાઓની તમામ ઘટનાઓનો હવાલો પણ આપ્યો છે.
પુસ્તકમાં તેમણે લખ્યું છે કે, ‘સંપૂર્ણ સંભાવના છે કે ભારત ભવિષ્યમાં પહેલા જેવું થઈ જશે.’ તેમનું આ પુસ્તક ઘણું જ ચર્ચામાં રહ્યું. તેમણે પુસ્તકમાં 2002માં ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસાનાં વિશ્લેષણથી લઇને 1984નાં શીખ વિરોધી દંગાઓ, ગ્રાહમ સ્ટેંસ અને તેમના બાળકોને સળગાવવા, પંજાબ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ હત્યાઓ વિશે લખ્યું છે. ખુશવંત સિંહે ધર્મનાં સંપૂર્ણ ભ્રષ્ટાચાર વિશે વિચારવા પર મજબૂર કર્યા છે. તેઓ કહે છે આણે જ આપણને પૃથ્વી પર સૌથી ક્રુર લોકોમાં સામેલ કર્યા છે. તેઓ એ પણ જણાવે છે કે કટ્ટરવાદને રાજનીતિ સાથે ધર્મથી ઓછું લેવા દેવા છે. તેમણે પુસ્તકમાં સાંપ્રદાયિક રાજનીતિ પર પણ લખ્યું છે. હાલ આ પુસ્તકને લઇ એક વાર ફરી વિવાદ થઇ રહ્યો છે. જે સમયે આ પુસ્તક પ્રકાશિત થયું હતું. કેટલાક સંગઠનોએ આ પુસ્તકનો ભારી વિરોધ કર્યો હતો.
જણાવી દઈએ કે નાગરિકતા સંશોધન બિલને લઇ સમગ્ર દેશમાં વિરોધ થઇ રહ્યો છે વિરોધ પ્રદર્શનની કાલી સેલિબ્રિટીઝ અને પ્રબુદ્ધ વર્ગ ના લોકો સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે સના ગાંગુલી અને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ જ પુસ્તકનો હવાલો આપતો એક ભાગ સોશિયલ મીડિયા પર શેર કર્યો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.