Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Tuesday, March 21, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

નવા ટ્રાફિક નિયમો પછી શું છે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય?

14/11/2019
in Gujarat, Latest News

CM રૂપાણીએ ટ્રાફિકના નવા નિયમો માટે આજે મોટી જાહેરાત કરી હતી. જેમાં RTO ને લઇ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જે પ્રમાણે લોકોએ આજથી જ લર્નિંગ લાઇન્સ માટે આરટીઓ જવાની જરૂરી નહીં પડે. હવેથી રાજ્યની આઇટીઆઈ કચેરીઓ અને પોલિટેકનિકોમાં લર્નિંગ લાઇન્સ મળશે. આ ઉપરાંત રાજ્ય સરકારે તમામ ચેકપોસ્ટને 20મી નવેમ્બરથી હટાવી દેવાની જાહેરાત કરી છે. 25 નવેમ્બરના રાજ્યની 16 ચેકપોસ્ટો નાબૂદ કરવામાં આવશે. આ ચેકપોસ્ટની આવક 332 કરોડ છે જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફીનું ચુકવણું parivahan.gov.in ઓનલાઈન કરી શકશે.

રાજ્યની 16 ચેકપોસ્ટો નાબૂદ

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચેકપોસ્ટો પર ઓવરલોડિંગ કે ઓવરડાઇમેન્શનની ચકાસણી થતી હતી. આ માટે સામાન્ય રીતે મોટી કંપનીઓના વાહનોએ દંડ ભરવાનો હોય છે. હવેથી તેઓ જાતે જ ઓનલાઇન અરજી કરીને દંડ ભરી શકશે. તેમના માટે આરટીઓ ખાતે ઓફલાઇન વ્યવસ્થા પણ ચાલુ રહેશે. જો આ લોકો ગુનો કરતા પકડાશે તો બે ગણો દંડ વસૂલ કરવામાં આવશે. સરકારના કહેવા પ્રમાણે રાજ્યની 16 ચેકપોસ્ટ પરથી સરકારને વર્ષે 300 કરોડની આવક થતી હતી.

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

લાઇસન્સ ITIમાં નીકળશે

મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દર વર્ષે 20 લાખથી વધારે લર્નિંગ લાઇસન્સ નીકળે છે. લર્નિંગ લાઇન્સ ફક્ત એક કોમ્પ્યુટર પરીક્ષા છે, જેમાં લાઇસન્સ મેળવવા માંગતા વ્યક્તિને ટ્રાફિકની વિવિધ સંજ્ઞાઓનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ટેસ્ટ માટે ફક્ત કોમ્પ્યુટરની વ્યવસ્થા જરૂરી છે. આજથી રાજ્યની 221 આઈટીઆઈ અને 29 પોલિટેકનિક ખાતે લર્નિંગ લાઇસન્સ કાઢી શકાશે.

પાકા લાઇન્સ માટે નવી સિસ્ટમ

પાકા લાઇન્સ માટે બહુ ઝડપથી નવી સિસ્ટમ આવશે. આ માટે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં તમામ પ્રક્રિયા કોમ્પ્યુટરથી થશે. હાલની વ્યવસ્થામાં જે ખામી છે તે તેનાથી દૂર થશે.

ઓનલાઇન સાત સેવાનો ઉમેરો

મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યા પ્રમાણે ઓનલાઇન સેવામાં સાત સેવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે પ્રમાણે ડુપ્લિકેટ આર.સી. બુક સહિતના કામો ઓનલાઇન થશે. લોકોએ કોમ્પ્યુટર પરથી જ અરજી કરવાની રહેશે.

આરટીઓ ઇ-ચલણ ડિવાઇસ અપાશે

ચેકપોસ્ટ દૂર કરીને વાહનોની તપાસ માટે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવવામાં આવશે. આ ટીમમાં કામ કરતા આરટીઓ ઇન્સ્પેક્ટરોને દંડની રકમ ઉઘરાવવા માટે ઇ-ચલણ માટેનું ડિવાઇસ આપવામાં આવશે. દંડની રકમ ફક્ત મશીનથી જ ઉઘરાવવાની રહેશે. આ માટે કોઈ ટ્રાન્ઝેક્શન રોકડમાં નહીં થાય. સરકારે હાલ 350 હેન્ડ ડિવાઇસની ખરીદી કરી છે. આ ઉપરાંત પેટ્રોલિંગ માટે નવા 32 ઇન્ટરસેપ્ટર વાહનો ખરીદવામાં આવશે. આ વાહનોની જીપીએસથી ટ્રેક કરી શકાશે.

ટ્રક માલિકોએ નિર્ણયને આવકાર્યો

સરકારે ચેકપોસ્ટો નાબૂદ કરતા પહેલા ટ્રક માલિકો અને ટ્રક એસોસિએશનના લોકો સાથે બેઠકો કરી હતી. તેમણે સરકારના નિર્ણયને આવકાર્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં જે રાજ્યોમાંથી વધારે ટ્રક આવે છે તે રાજ્યોમાં પણ આવી બેઠકો કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ટ્રક માલિકોને ઓનલાઇન દંડ સહિતની વસ્તુઓથી વાકેફ કરાયા હતા.

Tags: #RTOCM Vijay RupaniDriving LicenceDuplicate RCGujarat RTOGujart GovernmentLearning LicenceNews aayognews gujaratinews in gujaratiNews online in GujaratiRegistration BookRTO Check Post
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.