ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત ગયા વર્ષથી 4 સ્થાન પાછળ 108 થી 112માં નંબર પર પહોંચી ગયું છે. વિશ્વ આર્થિક મંચ(WEF) તરફથી જાહેર કરાયેલ સૂચકાંક મુજબ 153 દેશોના નામ સામેલ છે. ખાસ વાત એ છે કે આ મામલે બાંગ્લાદેશ, નેપાળ ને શ્રી લંકા કરતા પર ભારતનું ખરાબ પ્રદર્શન છે જે રેન્કિંગ લિસ્ટમાં 50માં, 101માં અને 102માં સ્થાન પર છે.
મોટી વાત એ છે કે બાંગ્લાદેશે લગ્જમબર્ગ, અમેરિકા અને સિંગાપુરથી પણ સારું પ્રદર્શન કર્યું છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં માત્ર માલદીવ અને પાકિસ્તાન 123 અને 151માં સ્થાન પર ભારત કરતા પાછળ છે. વિવિધ ક્ષેત્રોના આધાર પર તૈયાર કરવામાં આવેલ આ રિપોર્ટ કહે છે કે દક્ષિણી એશિયાને લિંગ સમાનતાનું લક્ષ્ય હાસિલ કરવામાં 71 વર્ષ લાગશે.
વૈશ્વિક સ્તર પર રેગ્યુલર જોબના મુદ્દે દર ત્રણ પુરુષ પર બે મહિલાઓનો સરેરાશ છે જયારે ભારતમાં આ આંકડો દર ત્રણ પુરુસ પર 1 મહિલાનો છે. ભારતમાં માત્ર એક જ જોબ છે જેમાં પુરુષોની તુલનામાં મહિલાઓ વધારે છે. તે છે HR
રિપોર્ટ કહે છે કે પહેલા આ સૂચીમાં ભારતની સ્થિતિ એટલા માટે સુધરી હતી કારણ કે સરકારનું નેતૃત્વ એક મહિલા કરી રહી હતી. જો કે સાચું એ છે કે છેલ્લા 35 વર્ષોમાં રાષ્ટ્રપતિના રૂપમાં પ્રતિભા પાટીલ ઉપરાંત કોઈ બીજી મહિલા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બની જ નથી. રિપોર્ટ કહે છે કે 153 દેશોના સર્વેમાં ભારત્ત એક માત્ર દેશ છે જ્યાં રાજનૈતિક લિંગ અસમાનતા મોટી આર્થિક અસમાનતા છે. કંપનીઓના બોર્ડમાં પણ એ જ જોવા મળે છે કે જ્યાં બોર્ડ મેમ્બર્સમાં માત્ર 13.8% મહિલાઓ છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.