શું સોનિયા ગાંધી(Sonia Gandhi) કોંગ્રેસના કાર્ય અધ્યક્ષનું પદ છોડી દેશે. શું કોંગ્રેસને નવો અધ્યક્ષ મળશે. શું કૉંગેસનો અધ્યક્ષ(Congress President) ગાંધી પરિવારની બહારનો હશે. આ સવાલ હાલ કોંગ્રેસને લઇ ચર્ચામાં છે. આ ચર્ચા એટલા માટે કે કોંગ્રેસના નેતાઓએ જ લીડરશિપ પર સાવલ ઉભા કર્યા છે. અને મોટા બદલાવોની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો
એક બાજુ એક કોંગ્રેસ અલકમાન જ્યાં રાજેસ્થાનના સિયાસી સંકટ દૂર કરી રહયું હતું, ત્યાં બીજી બાજુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની જમાત લીડરશિપમાં ફેરફારનો એક લેટર તૈયાર કરી રહ્યા હતા. 10 ઓગસ્ટે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીનો એક વર્ષ પૂરો થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના અધ્યક્ષને લઇ પાર્ટીમાં ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે 17 ઓગસ્ટે કોંગ્રેસમાંથી હાંકી કાઢેલ નેતા સંજય ઝાએ દાવો કર્યો છે કે લગભગ 100 નેતાઓએ રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સિંહ સુરજેવાલાએ દાવાને ખારીજ કર્યો છે
જો કે, કોંગ્રેસના ખંડનથી અટકળો પર વિરામ ન લાગ્યો અને પત્ર પર ચર્ચા શરુ થઇ ગઈ. કયાસો વચ્ચે કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું એક જૂનું નિવેદન સામે આવ્યું જેમાં ગેર-ગાંધી પરિવારના કોંગ્રેસ અધ્યક્ષ હોવાની વકાલત કરવામાં આવી છે. ત્યાર પછી કોંગ્રેસમાં વિવાદ સામે આવ્યો. ઘણા નેતા સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધીને જ કોંગ્રેસની કમાન આપવાની વાત કહેવા લાગ્યા. જયારે બીજી બાજુ તમામ મોટા નેતા ફેરફાર માટે પત્ર લખી પોતાની વાત કહી ચુક્યા છે
પત્ર લખવા વાળામાં આ નેતાઓના નામ
જણાવવામાં આવી રહ્યા છે. કે સોનિયા ગાંધીને પત્ર બે અઠવાડિયા પહેલા લખ્યો હતો. 23 નેતાઓના હસ્તાક્ષર સાથે આ લેટર લખવામાં આવ્યા છે. જો કે સૂત્રોનું એ પણ કહેવું છે કે માત્ર 23 જ નહિ પરંતુ દેશભરના 3030 કોંગ્રેસ નેતાઓએ ડિજિટલ માધ્યમથી આ પત્ર પર સહેમતી જાહેર કરી. જણાવવામાં આવી રહ્યું છે. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બર, શશિ થરૂર, મુકુલ વાસનિક, ભુપેન્દ્ર સિંહ હુડ્ડા, મિલિન્દ દેવડા, રેણુકા ચૌધરી, અખિલેશ પ્રસાદ, પીજે કુરીયન, સંદીપ દીક્ષિત, ટિકે સિંહ, કુલદીપ શર્મા, વિવેક તન્ખા, પૃથ્વીરાજ ચવ્હાણ, મનીષ તિવારી અને અરવિંદર સિંહ લવલી જેવા વરિષ્ઠ નેતા પાર્ટી નેતૃત્વમાં ફેરફાર ઈચ્છે છે.
ગાંધી પરિવારના સમર્થનમાં આ નેતા
રાજેસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને છત્તીશગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ સાર્વજનિક રીતે ગાંધી પરિવાર પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પંજાપના સીએમએ કહ્યું કે જ્યાં સોનિયા ગાંધી ઈચ્છે, કોંગ્રસ અધ્યક્ષ પદ પર રહી શકે છે ત્યાર પછી રાહુલ ગાંધી આ જવાબદારી સંભાળે, જયારે પુપેશ બધેલે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બધા પડકારોમાં ઉમ્મીદની કિરણ છે, અમે બધા એમની સાથે છે. અશોક ગેહલોતે કહ્યું કે એમને વિશ્વાસ છે સોનિયા ગાંધી પોતાની જવાબદારી જારી રાખે, તેમણે કહ્યું, જો સોનિયા ગાંધી પદ છોડે તો જવાદારી રાહુલને આપવી જોઈએ. સચિન પાયલોટે પણ સહુલ ગાંધીનું સમર્થન કર્યું.
કોણ કોણ છે સમર્થનમાં
- એમપીના પૂર્વ સીએમ કમલનાથ
- કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધરમૈયા
- પૂર્વ મંત્રી રાજીવ શુકલા
- પોન્ડિચેરીના સીએમ વી નારાયણસામી
- સાંસદ અધીર રંજન ચૌધરી
- પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિન કુમાર
- પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ
- પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત
- સુષ્મિતા દેબ
ગાંધી પરિવારના સમર્થનમાં પ્રસ્તાવ
ગાંધી પરિવારના સમર્થનમાં ઘણા પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યા, કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે સમગ્ર પાર્ટી સોનિયા ગાંધી સાથે છે. આસામના અધ્ય્ક્ષ રિપુર બોરાએ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની વાત કહી. તામિલનાડુ કોંગ્રેસે ટ્વીટ કર્યું કે, માતા સોનિયાજીની લીડરશિપ જારી રહેવી જોઈએ, આધ્રપ્રદેશ કોંગ્રેસે પણ સોનિયાગાંધીના નામ પર વિશ્વાસ વ્યક્ત કર્યો।
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક આજે મળી
કોંગ્રેસમાં આંતરિક વિવાદ વચ્ચે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક મળી જેમાં શરૂઆતમાં જ બબાલ થઈ ગઈ છે. જેમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે જે લોકોએ આ સમયે ચિઠ્ઠી લખી છે તે ભાજપ સાથે મળેલા છે. આ નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નારાજ થયા હતા અને પલટવાર કરી રહ્યા હતા. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ટ્વીટ કરી કહ્યું, રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છીએ. મે રાજસ્થાન હાઈકોર્ટમાં કોંગ્રેસ પાર્ટીનો યોગ્ય પક્ષ રાખ્યો હતો. મણિપુરમાં પાર્ટીને બચાવી હતી. છેલ્લા 30 વર્ષથી કોઈએ આવું નિવેદન આપ્યુ નથી જેનાથી ભાજપને ફાયદો થાય. તો પણ કહેવામાં આવી રહ્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છીએ.
આ ઉપરાંત ગુલામ નબી આઝાદે કહ્યું કે જો તેઓ કોઈ પણ રીતે ભાજપ સાથે મળેલા છે તો રાજીનામુ આપી દેશે. આઝાદે કહ્યું કે ચિઠ્ઠી લખવાનું કારણ કોંગ્રેસ કાર્યસમિતિ હતી. ત્યારે આજે યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ ચિઠ્ઠીના વિવાદ બાદ રાજીનામું આપવાની વાત કરી છે. જોકે અનેક વરિષ્ઠ નેતાઓએ તેમને આમ ન કરવા કહ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં વરસાદનું એલર્ટ, આગામી 48 કલાકમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
