દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું 6 ઑગષ્ટ 2019, ના રોજ સાંજે હાર્ટ અટેકના કારણે નિધન થઇ ગયુ. એમને 67 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. હાલમાં જ સૌથી અલગ વાત તો એ થઇ હતી કે, જ્યારે સુષ્મા સ્વરાજે શીલા દીક્ષિતના નિધનના વિશે ટ્વિટ કર્યું. ત્યારે એક યુઝરે એમ ટવિટ કર્યું કે, જ્યારે તમે પણ આ દુનિયામાં નહીં હશો તો તમારી પણ અમને ખૂબ યાદ આવશે.

ઘણા લોકોએ આ યુઝરને ટ્રોલ પણ કર્યો હતો. પણ હંમેશા ટ્વિટર પર લોકોને જવાબ આપવામાં અગ્રેસર સુષ્મા સ્વરાજે અનોખા અંદાઝમાં જ ટ્વિટ કર્યું હતું. સુષ્માએ આ યુઝરને જવાબ આપતા લખ્યું કે, તમારા આ ભાવના માટે હું હદયથી તમારા આભાર વ્યક્ત કરૂં છું. તમારા આટલા સારા વિચાર માટે તમારો ખૂબ ખૂબ આભાર.

ટ્વિટ પછી લોકોને લાગ્યું કે સુષ્મા સ્વરાજે પોતાના ટ્વિટથી ટ્રોલ કરનારી બોલતિ બંધ કરી દીધી છે. જેના પછી કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી અને લોકો સમજી ગયા હતા કે હવે કંઈક બોલવાની જરૂર નથી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.