દિવાળીને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે માર્કેટમાંની હાલત મંદીને લીધે કફોડી બની છે. અને એ દશેરાના ત્યોહારે સાબિત કરી દીધું છે. સુરત શહેર ઉદ્યોગકારોથી ભરેલું શહેર છે. અને એક ઉદ્યોગીક શહેર છે કારખાના અને કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા લાખોમાં છે. અને દિવાળી મહિનાની આખરી તારીખે આવે છે.કારીગરોને સપ્ટેમ્બર 2019નો પગાર ચૂકવાય ગયો છે અને ઓક્ટોબર માસ નો પગાર અને દિવાળીનું બોનસ પણ ચૂકવવું પડશે. ઘણા વેપારીઓ આ પરિસ્થિતિ માંથી પસાર થઇ ચુક્યા છે. એમનું નવરાત્રીના તહેવારમાં જ કેશ મેનેજમેન્ટ થઇ ચૂક્યું હતું.

શહેરના લેબર કન્સલ્ટન્ટ કહે છે કે ઘણા ઉદ્યોગો કોર્પોરેશન સિસ્ટમથી ચાલે છે. મંદીને લઇ એવું પણ બની શકે છે કે 5 થી 7 તારીખ વચ્ચે દર મહિને પગાર કરતા એકમો દિવાળી પણ નહિ પણ મળે. બોનસ કે કેશ જે સંસ્થાની ચુકવવાની પરંપરા હોઈ છે તે અનુસાર કર્મચારીઓને તહેવાર માટેની રોકડ ચૂકવવાનો અભિગમ પણ રાખે તો નવાઈ નહિ. બધા જ એકમોના કર્મચારીઓ આ સિસ્ટમને ઓળખે છે. તેઓ પણ આ વખતે દિવાળી પહેલા એડવાન્સ પગાર નહિ મળે તો પારિવાહિક તકલીફ પડશે તેવું અનુભવી રહ્યા છે.
આ વર્ષે દિવાળી છેલ્લી તારીખમાં છે અને માર્કેટમાં મંદીનેને લઇ કામદારોને પગાર એડવાન્સમાં નહિ મળે તો તેમની દિવાળી ખરાબ જઈ શકે છે. માધ્યમ વર્ગ અને નોકરિયાત વાળા લોકોને દિવાળી બચત માંથી કરકસર રીતે કરવી પડે એવું દેખાઈ રહ્યું છે.
એક કારખાનેદાર ના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારમાં બે વખત પગાર ચૂકવવો પડે એવી પરિસ્થિતિ આગળ પણ બની ચુકી છે. પરંતુ તે સમયે માર્કેટ ચાલુ હતું અને એડવાન્સ પગાર માટેની ગોઠવણી થઇ જતી હતી. પરંતુ આ વર્ષે મંદી છે એ પણ ઘણા મહિના થી જેને લઇ વેચાણ ખુબ નીચે જતું રહ્યું છે જેને લઇ આગળના દિવસો કેમ જશે એ સમજાતું નથી.

આ વર્ષે દિવાળી છેલ્લી તારીખે આવી રહી છે અને કામદારોને એડવાન્સ પગાર ચુકવવાનો હોય છે. દશેરા તહેવાર બાદ સુરતના બે મુખ્ય ઉદ્યોગો હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગના ઉદ્યોગકારો અને કારખાનેદારો શું નિર્ણય લેશે. માર્કેટની આ પરિસ્થિતિમાં પગાર અને બોનસ કાઢવાનુ ઉદ્યોગકારોના રેવન્યુ ખર્ચમાં તોતિંગ વધારો થઇ શકે છે.
આ વર્ષે મંદીના માહોલમાં દરેક વર્ગના લોકો દિવાળીના ખર્ચને પોહચી વળવા માટે સૌથી અનુકૂળ રહે તે રસ્તો અપનાવશે. ઘણા લોકો એવા પણ હશે જે દિવાળીના ખર્ચાને પહોંચી વળવા માટે લોન, ધિરાણ, ઉછીના રૂપિયા લાવી દિવાળીનું સેટિંગ કરી શકે છે.