અમેરિકા અને ઈરાન વચ્ચે એક વાર ફરી યુદ્ધ ચાલુ થયું છે. અમેરિકાએ તાકતવર ફોજી જનરલ કાસિમ સુલમાનીને મારી નાખ્યો છે. અમેરિકાએ ઈરાની જનરલ પર ડ્રોન હુમલો કરી મારી નાખ્યો છે. હવે ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે તેઓ જનરલ સુલેમાનીની મોતનો બદલો જરૂર લેશે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રેમ્પ એ કહ્યું કે ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા સુલેમાનીનો ખાત્મો કરવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે સુલેમાની ભારત વિરુદ્ધ આતંકી હુમલામાં સામેલ હતા. ટ્રમ્પએ કહ્યું, સુલેમાનીનો ખાત્મો યુદ્ધ શરૂ કરવા માટે નહિ પરંતુ યુદ્ધ પૂરું કરવા માટે કરાયો છે.

સુલેમાની 1998થી જ ઈરાનના કુદ્સ ફોર્સનું નેતૃત્વ કરી રહ્યા હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC)ની આ એક ખાસ યુનિટ વિદેશોમાં ગુપ્ત અભિયાન ચલાવે છે. અને આ સીધા દેશના સર્વોચ્ચ નેતાને રિપોર્ટ કરે છે. મંગળવારની રાત બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર હજારો પ્રદર્શનકારી તરફથી કરવામાં આવેલ હુમલા પછી વોશિંગટન અને તહેરાન વચ્ચે વધેલ તણાવ વચ્ચે ગુરુવાર રાતે સુલેમાનીને મારી નાખવામાં આવ્યો. તો બીજી બાજુ ખૌમેનીએ કહ્યું કે ‘ધરતીના સૌથી ક્રૂર લોકોએ ‘સન્માનિત’ કમાન્ડરની હત્યા કરી, જેમણે દુનિયાના ખરાબ અને દકેતો વિરુદ્ધ સાહસપૂર્વક લડાઈ લડી.’

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.