ગુજરાતમાં રોજગારીને ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ઘણી ભરતીને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહિ લેવાતા શિક્ષિત બેરોજગારો દ્વારા આંદોલન શરુ કરવામાં આવ્યું છે. હવે આ અંદોલનકારોએ ચૂંટણી પહેલા રોજગારની માંગ કરી છે. અને સોશિયલ મીડિયા પર #પહેલા_રોજગારી_પછી_ચૂંટણીથી આંદોલન છેડ્યું છે.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
ટ્વીટર પર #પહેલા_રોજગારી_પછી_ચૂંટણીથી આંદોલન છેડ્યું છે. આ હેઠળ યુવાનોએ આચારસંહિતા લાગે તે પહેલા સ્પષ્ટતા કરવાની માગ કરી છે. જો કે, આ પેહલા સરકાર સાથે મંત્રણા પણ અનિર્ણીત રહી હતી.
ઉલ્લેખનીય છે કે શિક્ષિત બેરોજગારો ભરતીને લઇ ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. વિવિધ માંગણીઓના સમર્થનમાં શિક્ષિત યુવા બેરોજગારો અને અન્ય સંગઠનો દ્વારા સરકાર વિરુદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે. હવે કોરોનાના કાળ વચ્ચે સોશિયલ મીડિયા થકી શિક્ષિત બેરોજગાર યુવાનોએ આ અંગે આંદોલન શરૂ કર્યું છે.
આ પણ વાંચો : દુનિયાની વસ્તીમાં આવશે ચિંતાજનક ઘટાડો, જાણો કેવી રહશે ભારતની સ્થતિ
