વોટ્સએપ, ફેસબૂક, ગુગલ તેમજ અન્ય ઓવર ધ ટોપ(OTT) પ્લેટફોર્મ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા(TRAI) ની રડારમાં છે. TRAI એ ઓવર ધ ટોપ સર્વિસ પ્રોવાઈડર્સને રેગ્યુલેટ કરવાને લઈ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન(DOT) ને સૂચના આપી છે. DOT જો આ સૂચનાને માની લે તો વોટ્સએપ, ફેસબુક, ગુગલ જેવી ઈન્ટરનેટના સહારે વિવિધ સેવાઓ આપતી કંપનીઓ કાનૂનના સકંજામાં આવી જશે.

OTT શું છે?
OTT સર્વિસ પ્રોવાઈડર્સ, કે OTT કંપનીઓ એ હોય છે જે દૂરસંચાર નેટવર્ક કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવેલ ઈન્ટરનેટના સહારે પોતાની સેવાઓ આપે છે. જેમાં સ્કાઈપ, વાઈબર, વોટ્સએપ, સ્નેપચેટ જેવી વિવિધ કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત ઓનલાઈન એન્ટરટેનમેન્ટ આપતી નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ જેવી સર્વિસ પણ ઓટીટીનો ભાગ છે.

ઓટિટિના નિયમોને અંતિમ સ્વરૂપ આપવા માટે TRAI ને એક મહિના જેટલો સમય લાગી શકે છે. TRAI આ સંબંધમાં ઓટિટિ પર આંતરરાષ્ટ્રીય નિયમને જોઈ રહી છે. તેનું વિશેષ ધ્યાન સુરક્ષા પર છે. મોટો સવાલ એ છે કે સુરક્ષા ચિંતાઓનું સમાધાન કેવી રીતે કરવામાં આવે. અન્ય દેશો સુરક્ષા સંબંધી ચિંતાઓથી કેવી રીતે નિપટી રહ્યા છે.
