સમગ્ર વિશ્વના લોકોમાં પ્રચલિત બનેલું વોટ્સએપ લોકોને નવા નવા ફીચર આપવાના કારણે આજે પણ લોકોમાં એપનું વર્ચસ્વ કાયમ છે. કોરોના મહામારીના ઘણા દેશોએ જાહેર કરેલા લોકડાઉનમાં વીડિયો કોલિંગનો વપરાશ વધ્યો હતો. હાલમાં વોટ્સએપ પર ચેટિંગને વધારે મજેદાર બનાવવા માટે નવા 138 ઈમોજી આવવાના છે. હાલમાં એક ટેસ્ટ દરમિયાન આ નવા ઈમોજી જોવા મળ્યા હતા.

આ જાણકારી, WABetaInfoએ આપી છે. આ રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઈડના વોટ્સએપ વર્ઝન 2.20.197.6 બીટામાં આ 138 ઈમોજીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ આ ઈમોજી દરેક લોકો માટે ઉપલબ્ધ થશે. આ નવા ઈમોજીમાં અમુક નવા પ્રોફેશન જેવા કે, શેફ, ખેડૂત, પેઈન્ટર વગેરેનો સમાવેશ કરાયો છે. તે ઉપરાંત વ્હીલ ચેરવાળા સિમ્બોલ પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો : અબજો યુઝરને ફ્રીમાં સર્વિસ આપતી ફેસબુક, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
આ રિપોર્ટ અનુસાર, નવા ઇમોજી વોટ્સએપનાં જૂના ઈમોજીથી અલગ હશે. તેમાં નવી સ્કિન ટોન્સ, નવા કપડાં, નવી હેર સ્ટાઈલ અને નવા રંગોનો ઉપયોગ જોવા મળશે. પોતાના રિએક્શન જણાવવા માટે ઈમોજી લોકોમાં ઘણા પ્રચલિત બન્યા છે. કંપનીએ આ અગાઉ થોડા સમય પહેલાં જ એન્ડ્રોઈડ અને iOS એપ માટે એનિમેટેડ સ્ટિકર્સનું ફિચર શરૂ કર્યું છે.
