હાલમાં ઘણી એપ અને સોસીયલ મીડિયા કંપનીઓ સામે યુઝરના ડેટા ( user data ) ચોરી થવાની વાતો સામે આવી રહી છે. જેથી દરેક લોકોને તેમના અંગત ડેટાની ચિંતા સતત સતાવતી રહે છે. વોટ્સએપમાં (Whatsapp) ‘ક્લિક ટુ ચેટ’ નામનું એક ફીચર છે. જેનો ઉપયોગ નાના મોટા ઉદ્યોગકારો પોતાના ફોન નંબર માટે વોટ્સએપની એક લિન્ક બનાવીને પોતાની વેબસાઇટ પર મૂકી શકે છે અથવા અન્ય રીતે શેર કરી શકે છે.

યુઝર્સના ફોન નંબર ગૂગલ પર ઉપલબ્ધ
આ ફીચર દ્વારા ઉદ્યોગકારો કોઈ પણ મોબાઈલ નંબર સેવ કાર્ય વગર તેમની સાથે વોટ્સએપ પર ચેટ કરી શકે છે. જે ખુબજ ઉપયોગી ફીચર છે પરંતુ, હમણાં તેમાંથી એક ખામી બહાર આવી. એક રિસર્ચરે શોધ્યું છે કે, વોટ્સએપના આ ફીચરને કારણે સંખ્યાબંધ લોકોના ફોન નંબર ગૂગલ પર સર્ચ કરી શકાતા હતા. જો ફોન નંબરને એન્ક્રિપ્ટેડ ફોર્મમાં સેવ કર્યા હોય તો તેમના નંબર સુરક્ષિત છે. આ ફીચરના કારણે લગભગ ત્રણ લાખ જેટલા વોટ્સએપ યૂઝર્સના ફોન નંબર ગૂગલ પર ઉપલબ્ધ થયા છે.
આ પણ વાંચો : દેશની પહેલી એવી એપ જેમાં 100 લોકો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ શકશે…

આ વાતની જાણકારી મળ્યા બાદ વોટ્સએપે ખામીને સુધારી દીધી છે. તે ઉપરાંત, આ નંબરોને ગૂગલ સર્ચ એન્જિન પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. વોટ્સએપે દાવો કર્યો છે કે, આ રિસર્ચરે માત્ર વોટ્સએપ યૂઝર્સે પોતે જે યુઆરએલને જાહેર કર્યા હોય તે દર્શાવતું સર્ચ એન્જિન ઇન્ડેક્સ બતાવ્યું છે, જેથી તે બગ બાઉન્ટીને પાત્ર નથી.
