નાગરિકતા સંશોધન કાયદો 2019ને લઇ દેશમાં ચાલી રહેલ વિરોધ પ્રદર્શનો તથા સોશિયલ મીડિયા પર કાયદાને લઇ અલગ અલગ વિચારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયના સિનિયર અધિકારે કહ્યું છે કે જેનો જન્મ ભારતમાં 1 જુલાઈ, 1987 પહેલા થયો હોય અથવા જેમના માતા-પિતાનો જન્મ આ તારીખ પહેલા થયો હોય તેઓ કાયદા મુજબ ભારતના વાસ્તવિક નાગરિક છે અને એમણે નાગરિકતા સંશોધન અધિનય અને સંભવીત એનસીઆરની ચિંતા કરવાની જરૂરત નથી. નાગરિકતા કાનૂનમાં 2004માં કરવામાં સંશોધન મુજબ આસામને છોડીને બાકી દેશોમાં આ નાગરિકોને ને ભારતીય નાગરિક માનવામાં આવશે જેના માતા અથવા પિતા ભારતીય હોય અને ગેરકાયદેસર પ્રવાસી નથી.
તેમણે કહ્યું છે કે, ભારતની નાગરિકતા જન્મતારીખ અથવા જન્મ સ્થળ અથવા બંનેને લગતા કોઈ પણ સંબંધિત દસ્તાવેજથી સાબીત કરી શકાય છે. આગામી સમયમાં ગૃહ મંત્રાલય નાગરિકતા સાબીત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યું છે. ભારતીય નાગરિકોના માતા-પિતા અથવા દાદા-દાદીના જન્મ પ્રમાણપત્ર 1971 પહેલાંના હશે તેમણે તેમની નાગરિકતા સાબીત કરવાની નહીં રહે. એક યાદીમાં ઘણાં કોમન દસ્તાવેજોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. તેથી કોઈ પણ નાગરિકને કારણ વગર પરેશાન કરવામાં ન આવે.

તેમણે જણાવ્યું કે ‘આસામના મુદ્દે ભારતીય નાગરિકતા ઓળખની ‘કેટ ઓફ સીમા’ 1971 છે. સમગ્ર દેશમાં હજુ એનસીઆર લાગુ કરવાની સંભાવના ના સવાલ પર તેમણે કહ્યું એના અંગે કઈ પણ કહેવું ઉતાવળ હશે કારણ કે એના પર હજુ વિચાર કરવામાં નથી આવ્યો. ‘અમે લોકોને અપીલ કરીએ છીએ કે નાગરિકતા સંશોધન કાયદાની તુલના આસામમાં એનઆરસી સાથે ન કરવામાં આવે કારણ કે આસામ માટે કટ ઓફ અલગ છે.’

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.