‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ શોથી કોઈ પણ અજાણ્યું નથી, હાલ આ શો કંઈક ને કંઈક ચર્ચામાં રહે જ છે અને એ ચર્ચાનું કારણ છે ‘દયાભાભી’. ક્યારેક એવું સામે આવે છે કે દયા આવી રહી છે તો ફરી એવા સમાચાર આવે છે કે તે હવે નથી આવી રહી. પરંતુ હાલમાં જ આસિત મોદીએ કન્ફોર્મ કર્યું કે તે આવી રહી છે. એવામાં હવે તેના પતિ મયુર પંડ્યાનું એક નિવેદન આવ્યું છે જે ચારે બાજુ ચર્ચાનું વિષય બન્યું છે.
એક રિપોર્ટ અનુસાર, દિશાના પતિ જણાવે છે કે, ‘તેણે એપિસોડ માટે માત્ર એક પોર્શન જ શૂટ કર્યું છે, મેકર્સ સાથે હજુ વાત બધી રીતે પુરી નથી થઇ. જેથી દિશા અત્યારે શોમાં હંમેશ માટે નથી આવી રહી. એવી આશા રાખીએ કે અમે સમાધાન સુધી વાત લઇ જઈ શકીએ’.

બીજી બાજુ આસિત મોદી એ વાતથી ખુશ છે કે દિશા નાનકડા પોર્શન માટે આવી તો રહી છે. તેમને આશા છે કે દિશા શોમાં જલ્દી જ ફરીથી એન્ટ્રી કરશે અને હંમેશ માટે તારક મહેતા જોઈન કરશે. આસીતનું કહેવું છે કે, ‘અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે અને અમે જલ્દી જ કોઈ સમાધાન લાવીશું, જેમ મે આગળ પણ વાત કરી હતી કે કોઈ કેરેક્ટર એ શોથી મોટું ન હોઈ શકે’.
અગાઉ એવી ખબર આવી હતી કે દિશા શોમાં નવરાત્રી પર એન્ટ્રી કરવાની છે. પરંતુ મયુર પંડ્યાના આ નિવેદન બાદ ફરી હવે બધાને દિશાની એન્ટ્રી પર શંકા થવા લાગી છે. દિશા વાકાણી 2017થી જોવા નથી મળી. તે મેટરનિટી લિવ પર ગઈ ત્યારની આવીજ નથી, તેમના ફેન્સ તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
