આજે આખરે જેની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તે કોરોના વેક્સિનનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93,500 ડોઝ સપ્લાય થયો છે. હાલમાં આ જથ્થો સુરત સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. વેક્સિનનું મંત્રી સહિત પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.
હવે 16 જાન્યુઆરીથી તબક્કાવાર ધોરણે તેને પ્રાથમિક હેલ્થ વર્કરથી લઇ લોકો સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવશે. જેના માટે સુરત મનપા દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ડોઝનું યોગ્ય રીત સુરત અને તેની આસપાસમાં નવસારી, વલસાડ, તાપી ડાંગ સુધી કેવી રીતે વિતરણ થશે તે અંગે પણ આરોગ્ય મંત્રી દ્વારા માહિતી આપવામાં આવી હતી.
રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, આજે વેક્સિનનો જથ્થો આવ્યો છે. સૌથી આનંદની લાગણી એ છે કે, આ વેક્સિન સ્વદેશી છે. લોકોમાં જે કોરોનાનો ડર હતો તેમાં ખૂબ જ રાહત મળશે. વેક્સિનના કારણે કોરોના સામે જંગ લડીશું. તેમજ લોકોને ઝડપથી વેક્સિન મળે તે માટે પણ પ્લાનિંગથી આગળ વધવામાં આવશે.
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP