ભારતના ભાગલા તેમજ ૧૯૬૨ અને ૧૯૬૫ના યુદ્ધ વખતે પાકિસ્તાન જતા રહેલા લોકોની મિલકતો વેચવાનું આયોજન કેન્દ્રનો ગૃહ વિભાગ કરી રહ્યો છે. તેઓની સંપત્તિને વેચી એક લાખ કરોડ રૂપિયા ઉભા કરવાની સરકારે કવાયત કરી છે. શત્રુ સંપત્તિ એક્ટ મુજબ ભારત છોડીને પાકિસ્તાન કે ચીન જેવા દેશોમાં જઈ વસી ગયેલા લોકોની સંપત્તિ નો હક તેઓનો રહેતો નથી. પરંતુ આવી સંપત્તીના અસ્તિત્વ સામે પણ અત્યારે સવાલ છે! જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણી સંપત્તીઓમાં દબાણો થઈ ગયા હશે અને બીજા લોકોના નામે ચડી ગઈ હશે
કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા હોય તેવા ગુજરાત રાજ્યમાં 146 મિલકત છે. જેની કિંમત 1 હજાર કરોડ રૂપિયા છે. ગુજરાતમાંથી જૂનાગઢને પાકિસ્તાનમાં જોડવાની વાતનો ઈતિહાસ છે. તે ઉપરાંત સરહદી કચ્છ અને પાટણ કે બનાસકાંઠા જેવા જિલ્લાઓ પણ પાકિસ્તાન સાથે જોડાયેલા છે.
રાજ્યમાં ક્યાં ક્યાં છે આવી મિલકતો
- કચ્છમાં 5 મિલકતો
- રાજકોટમાં 94 મિલકતો
- અમદાવાદમાં 24 મિલકતો
- પંચમહાલ 14 મિલકતો
- જૂનાગઢ 15 મિલકતો
