બિહારની ચૂંટણીમાં ઉમેદવારો અનેક પ્રકારના ગતકડાં અપનાવી રહ્યા છે. એક ઉમેદવારે પ્રચારમાં ઉતરવા માટે ભેંસની સવારી કરી હતી. જોકે નેતાજીને ભેંસની સવારી ભારે પડી છે અને તેમની સામે કેસ નોંધાયો છે.
ગયા વિધાનસભા ક્ષેત્રનાં ઉમેદવાર પરવેઝ મન્સુરી રાષ્ટ્રીય ઉલેમા કાઉન્સીલ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ ગાંધી મેદાન ગેટ પાસેના વિસ્તારમાં જનસંપર્કમાં નીકળ્યા હતા અને ભેંસ પર સવારી કરીને આગળ વધતા હતા. પોલીસે તેમને રોકી લીધા હતા અને પ્રાણીઓ પર ક્રૂરતાના આરોપમાં કેસ દાખલ કર્યો છે. ઉપરાંત ચૂંટણી પ્રચારમાં વાહન તરીકે કોઇ પ્રાણીનો ઉપયોગ થઇ શકતો નથી તે અંગે પણ કેસ દાખલ થયો છે. જો કે નેતાજીએ દાવો કર્યો કે શહેરમાં પ્રદૂષણ વધી ગયું છે અને તેથી હું વાહનોના કાફલા લઇને નીકળતો નથી. તેથી જ મે ભેંસ પર પ્રચાર કરવાનું પસંદ કર્યું હતું.