કોમી નફરત ફેલાવવાના આરોપમાં મુંબઇ પોલીસએ બાંદ્રા કોર્ટના આદેશ બાદ કંગના રણાવત અને તેમની બહેન રંગોલી ચંદેલની વિરુદ્ધ શનિવારે એફઆઇઆર નોંધાવી છે, આ મામલે પ્રતિક્રિયા આપતા કંગનાએ સોશ્યલ મિડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પોસ્ટ પર એક વકીલે ખુલ્લેઆમ અભિનેત્રીને દુષ્કર્મની ધમકી આપી દીધી છે.

વકીલે ખુલ્લેઆમ આપી દુષ્કર્મની ધમકી
સુશાંતના સુસાઇટ કેસ બાદ કંગના ઘણા વિવાદોમાં ઘેરાઇ ચૂકી છે, કેટલીયવાર તેના ગુસ્સાભર્યા વીડીયોને કારણે તે અનેક મુશ્કેલીઓમાં ફસાઇ ચૂકી તેવા એક વિવાદને કારણે કંગના સામે અને તેની બહેન વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે, આ અંગે ફરી કંગનાએ એક વિવાદિત વિડીયો સોશ્યલ મીડીયામાં પોસ્ટ કરતાં એક વકીલે ખુલ્લેઆમ દુષ્કર્મની ધમકી આપી દીધી છે. વાત એમ છે કે નવરાત્રિના પહેલા દિવસે કંગના રણાવતે પોતાની કેટલીક તસ્વીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી, આ પોસ્ટમાં કંગનાએ મહારાષ્ટ્ર સરકાર પર સીધો નિશાન સાધ્યું હતું. તેઓએ લખ્યું કે ‘કોણ કોણ નવરાત્રિનું વ્રત રાખે છે?’ આજની નવરાત્રિ ઉત્સવમાં ક્લિક કરેલી તસ્વીરમાં હું પણ વ્રત રાખી રહી છું. આ વચ્ચે મારી ઉપર વધુ એક એફઆઇઆર નોંધાઇ છે, મહારાષ્ટ્રની સરકારને મારા સિવાય બીજુ કોઇ દેખાતું જ નથી.
કંગના રણાવતની આ પોસ્ટ પર હજારો લોકોએ કોમેન્ટ કરી આ વચ્ચે એક વ્યક્તિની કોમેન્ટે બધા લોકોનું ધ્યાન ખેંચ્યું જેમાં કંગનાને દુષ્કર્મની ધમકી આપવામાં આવી છે, અધિકવતા મેહંદી રેનીએ આ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યું કે, ‘શહેરની વચ્ચે દુષ્કર્મ કરવું જોઇએ’.