આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગના વચ્ચેની ઇન્ફોર્મલ બૈઠક તમિલનાડુના મહાબલીપુરમમાં થશે. સમુદ્ર કિનારે સ્થિત આ શહેરમાં ઘણા બધા પ્રાચીન મંદિરો છે. જેમનો ચીન સાથે પણ ખુબ જ જૂનો સંબંધ છે. આ જ કારણ છે કે મહાબલીપુરમને આ સમિટ માટે પસંદ કરવામાં આવ્યું છે. આમાં ખાસ વાત એ છે કે ક્યારેક મહાબલીપુરમના શાસકોએ ચીન સાથે તિબ્બતની સીમાની સુરક્ષા માટે કરાર કર્યો હતો અને આજે PM મોદી એ જ ઇતિહાસને ફરીથી ઉજાગર કરશે.
મહાબલીપુરમનો ઇતિહાસ
સમુદ્ર સ્થિત મહાબલીપુરમ શહેરને પલ્લવ વંશના રાજા નરસિંહ દેવ બર્મને વસાવ્યું હતું. આ શહેરમાંથી ક્યારેક ચીની સિક્કા મળતા હતા. જેનાથી આ વાત સામે આવી હતી કે મહાબલીપુરમ અને ચીનના વચ્ચે વ્યાપારિક સંબંધો હતા. જે પોર્ટ દ્વારા થતા હતા. આ જ કારણ છે કે ચીન અને પલ્લવ વંશ એકબીજાના નજીક આવતા રહ્યા. આના પછી જ સાતમી સદીમાં ચીને મહાબલીપુરમના રાજાઓ સાથે કરાર કર્યો.
બંનેની વચ્ચે થયેલો આ કરાર તિબ્બત સીમા સુરક્ષાને લઈને હતો. ચીને આ કરાર પલ્લવ વંશના ત્રીજા રાજકુમાર બોધિધર્મની સાથે કર્યો હતો. જેમને પછી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને બૌદ્ધ ભિક્ષુ બની ગયા હતા. આ કરાર અને ચીનને કરવામાં આવેલી મદદ ચીનમાં બોધિધર્મને સમ્માનિત દરજ્જો પ્રાપ્ત થવા માટેનું એક કારણ બની ગયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને મહાબલીપુરમના જૂના ઇતિહાસની માહિતી આપશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી જિનપિંગને લઈને તપસ્યા સ્થલી, ગણેશ રથ, કૃષ્ણા બટર બોલ, પંચ રથ જશે અને એ સ્થળો વિશેની માહિતી પણ એ જ પોતે આપશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.