કર્ણાટકમાં દળ બદલવાળા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રાજ્યમાં સિયાસી ‘નાટક’ રસપ્રદ થઇ ગયું છે. સુપ્રીમ કોર્ટે આજે ધારાસભ્યોએ અયોગ્ય કરાર આપવા પહેલા સ્પીકરના નિર્ણયને અકબંધ રાખ્યો પર અનિશ્ચિતકાળ સુધી ચૂંટણી પર પ્રતિબંધ હટાવી દીધો છે. જેથી 17 અયોગ્ય ધારાસભ્યો ને મોટી રાહત મળી છે. અને હવે એ 5 ડિસેમ્બરે થનારી પેટા ચૂંટણી લડી શકે છે. તમને જણાવી દઈએ કે 17 માંથી 15 સીટો પર પેટા ચૂંટણી થઇ રહી છે કારણ કે 2 સીટો મસ્કી અને રાજરાજેશ્વરી સંબંધિત અરજીઓ કર્ણાટક હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટના નિર્ણય થી રાજ્યમાં સત્તારૂઢ પાર્ટી બીજેપીની ટેન્શન જરૂર વધશે.
હાલ શું ચાલી રહ્યું છે
થોડા મહિના પહેલા પોતાના જ ધારાસભ્યોના પક્ષ બદલવાથી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન સરકાર પડી ગઈ હતી. વિધાનસભામા વિશ્વાસ મત મેળવવામાં નિષ્ફળ રહેવા પર કુમારસ્વામી સરકારે રાજીનામુ આપી દીધું હતું. સ્પીકરે 17 ધારાસભ્યોને અયોગ્ય કરાર આપ્યો તો બીજેપીએ સરળતાથી સરકાર બનાવી લીધી। બીજેપી પાસે 106 ધારાસભ્યોનું સમર્થન હતું, જેમાંથી પોતાના 105 હતા અને 1 અન્ય. એવામાં બીજેપી ની સરકાર બનવામાં કોઈ અડચણ ન આવી.

બીજેપીમાં જોડાશે 17 બળવાખોર ? આ બોલ્યા યેદિ
આ વચ્ચે કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા એ હ્યુ, ‘હું સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારું છું મને વિશ્વાસ છે કે અમે બઘી 17 વિધાનસભા સીટો પર થનારી પેટા ચૂંટણીમાં જીત મેળવીશું.’ એમને પૂછવામાં આવ્યું કે શું 17 બળવાખોર ધારાસભ્ય બીજેપીમાં જોડાશે યેદિયુરપ્પા એ કહ્યું,’ કૃપા કરી સાંજ સુધી રાહ જોવો. હું એમની સાથે અને નેશનલ લીડરો સાથે વાત કરીશ. અમે સાંજ સુધીમાં યોગ્ય નિર્ણય લેશું.

પેટા ચૂંટણી પછી આવું હશે સમીકરણ
15 સીટો પર પેટા ચૂંટણી થશે તો વિધાનસભાની સંખ્યા પણ વધી જશે અને બહુમતીનો આંકડો પણ. યેદિયુરપ્પા સરકાર ને સત્તામાં બની રહેવા માટે 15 સીટો ની પેટા ચૂંટણીમાં બીજેપી એ કોઈ પણ રીતે 6 સીટ જીતવી જરૂરી છે. હાલ વિધાનસભાની સ્થિતિ જોઈએ તો 207 સીટો માંથી બીજેપી+ પાસે 106 સીટ છે. 207+15 એટલે 222 હશે વિધાનસભા સીટોની સંખ્યા તો બીજેપી ને બહુમતી માટે 112 સીટ જોઈએ.
જે સીટો પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યાં હાલ 3 સીટ જેડીયુ અને 12 સીટ કોંગ્રેસ પાસે છે. હવે એ વાતની પ્રબળ સંભાવના છે કે બીજેપી વધુમાં સીટો પર બળવાખોર ને જ ચૂંટણીમાં લડાવશે.
