દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો આંકડો 1,25,101 સુધી પહોંચી ગયો છે. અને 3720 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ 6654 કેસ નોંધાયા છે. અને 137 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી 5000ની ઉપર કેસ નોંધાઈ રહ્યા છે. જેને લઇ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ભારતના સાત રાજ્યોમાં લોકડાઉન (Lockdown)માં છૂટ ન આપવાની સલાહ આપી છે.
લોકડાઉનમાં પ્રતિબંધ ચાલુ રાખવા જોઈએ

WHOના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાના, ચંદીગઢ. તમિલનાડુ અને બિહારમાં ગત બે સપ્તાહમાં જે રીતે કેસોમાં વધારા થઇ રહ્યા છે તેને લઇ ત્યાં લોકડાઉનમાં પ્રતિબંધ ચાલુ રાખવા જોઈએ। જે રાજ્યોમાં 5 ટકાથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ છે તેમના પર લોકડાઉનનું સખત પણે પાલન કરાવવું જોઇએ. જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલય દ્વારા એક અભ્યાસ મુજબ માત્ર અમેરિકામાં 50 ટકા રાજ્યોમાં લોકડાઉન હટાવી શકાય છે. અને ભારતમાં 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ખાલી 21 ટકા આ શ્રેણીમાં છે.
WHOના માપદંડ કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ

7 મેના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 18 ટકા, ગુજરાતમાં 9 ટકા, દિલ્હીમાં 7 ટકા, તેલંગાનામાં 7 ટકા, ચંદીગઢમાં 6 ટકા, તમિલનાડુમાં 5 ટકા અને બિહારમાં 5 ટકા આમ આ તમામ રાજ્યોમાં WHOના માપદંડ કરતા વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. WHO મુજબ જે રાજ્યોમાં હોટ સ્પોટ વિસ્તારોમાં લોકડાઉન પર સખતી રાખી શકાય છે.
આ પણ વાંચો : વેલન્ટીલેટર પછી હવે N95 માસ્ક પર કોંગ્રેસના ગુજરાત સરકાર પર આરોપ, બીજેપીએ આપ્યો જવાબ
