તહેવારોના સમયે રેલવેના કર્મચારીઓને બોનસ ન મળવાના કારણે નારાજ છે. દર વર્ષે દુર્ગા પૂજા પહેલા રેલવેમાં બોનસ આપી દેવાની પરંપરા છે. બોનસ મળશે કે નહીં તેની હજું કોઈ ખાતરી રેલવે મંત્રાલય આપી શકતું નથી. ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનની સાથે વર્ચ્યુલ મીટીંગ થઈ હતી. જેમાં નક્કી થયું હતું કે 21 ઓક્ટોબરે બોનસની જાહેરાત કરવામાં નહીં આવે તો 22 ઓક્ટોબરે બે કલાક માટે રેલવેમાં ચક્કા જામ થઈ જશે. 2014 પછી રેલવેમાં આ રીતે પહેલી વખત યુનિયન દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી છે.

કેન્દ્રની કર્મચારી વિરોધી નીતિ
ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન નેતા શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે, કોરોનામાં રેલ કર્મચારીઓએ અઠવાડિયામાં 7 દિવસ 24 કલાક કામ કર્યું હતું. પરંતુ રેલવે સત્તાવાળાઓ આ કામ સામે આંખ આડા કાન કરી રહ્યાં છે. કર્મચારીઓમાં આક્રોશ છે. કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિની પણ આલોચના કરી હતી. 20 ઓક્ટોબરે કર્મચારીઓ બોનસ દિવસ મનાવશે. 21મીએ જવાની રાહ જોશે, જો જાહેરાત નહીં થાય તો 22મીએ વિરોધ પ્રદર્શન કરશે. આ આંદોલનને રેલ બચાવો, દેશ બચાવો આંદોલન તરીકે ચલાવવામાં આવશે.