અભિજીત બેનર્જી વિનાયક એસ્થર ડૂફલો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રમાં પુરસ્કારના વિજેતાઓની પસંદગી રોયલ સ્વીડિશ એકેડમી કરે છે. આ વર્ષે નોબેલ પુરસ્કાર થી નવાજવામાં આવેલ ત્રણ શખ્સિયતમાં અભિજીત બેનર્જી ભારતીય છે. અભિજીત અમેરિકન અર્થશાસ્ત્રી છે. અભિજીત હાલ મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના ફોર્ડ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ પ્રોફેશર છે.

અભિજીત બૅનર્જીથી જોડાયેલી વાતો
અભિજીત બેનર્જી ભારતના અમેરિકી અર્થશાસ્ત્રી છે તેમનો જન્મ કોલકાતા માં થયો હતો. તેમની માતાનું નામ નિર્મલા બેનર્જી અને પિતાનું નામ દિપક બેનર્જી છેમાં નિર્મલા સેન્ટર ફોર સ્ટડિઝ ઈન સોશિયલ સાઇન્સમાં અર્થશાસ્ત્રમા પ્રોફેશર રહી ચુકી છે, જયારે પિતા કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ છે.
તેઓ કોલકાતા યુનિવર્સીટી અને જવાહર લાલ નહેરુ યુનિવર્સીટીમાં ભણ્યા છે તેમણે 1988માં હાવર્ડ યુનિવર્સીટી માંથી પીએચડી કરી છે અભિજીતે 2015માં બીજી વખત અર્થશાસ્ત્રી એસ્થર ડૂફલો સાથે લગ્ન કર્યા હતા. અભિજીત સાથે એસ્થરને પણ સંયુક્ત રૂપથી આ વર્ષે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.