21મી ઓક્ટોબરના રોજ યોજાયેલ ગુજરાતની છ બેઠક પર પેટા ચૂંટણી બાદ 24 ઓક્ટોબરના રોજ મતગણતરી ચાલી રહી છે ખેરાલુ બેઠક પર ભાજપ ઉમેદવારની 20 હજારથી વધુ મતોથી જીત ત્યારે બાકીની બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર ચાલી રહી છે.
ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર અજમલ ઠાકોરની 20 હજારથી વધારે મતોથી જીત થઈ છે. કોંગ્રેસ તરફથી બાબુજી ઠાકોર મેદાનમાં હતા.
બાયડ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જીત થઈ છે. ભાજપ તરફથી પક્ષ પલટો કરીને આવેલા ધવલસિંહ ઝાલા મેદાનમાં હતા.
રાધનપુર બેઠક પર મતગણતરી ચાલુ છે. ભાજપમાંથી અલ્પેશ ઠાકોર જ્યારે કૉંગ્રેસમાંથી રઘુ દેસાઈ મેદાનમાં હતાં. કૉંગ્રેસના અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.
અમરાઈવાડી બેઠક પર મતગણતરી ચાલુ છે. ભાજપમાંથી જગદીશ પટેલ જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ મેદાનમાં
થરાદ બેઠક પર મતગણતરી ચાલુ છે. ભાજપ તરફથી આ બેઠક પર જીવાભાઈ પટેલ મેદાનમાં જ્યારે કોંગ્રેસે આ બેઠક પરથી ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા હતા.
લુણાવાડા બેઠક પર હાલ મતગણતરી ચાલુ છે. આ બેઠક પર ભાજપ તરફથી જીગ્નેશ સેવક મેદાનમાં હતા. જ્યારે કૉંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી.
