આગોતરા ફૂલ પ્રુફ આયોજનો અને પુરતા બંદોબસ્તની ખાતરી છતાંય આઈપીએલ પર ફરી મેચ ફિક્સિંગનો ઓથાર ફરી વળતા રમત પ્રેમીઓમાં સન્નાટો છે. એક ખેલાડીએ સટ્ટાબાજો દ્વારા પોતાનો સંપર્ક કરાયો હોવાની બાતમી બીસીસીઆઈને આપી છે. ખેલાડીના આ દાવા બાદથી હવે બીસીસીઆઈ પણ હરકતમાં આવી ગયું છે. યુએઈમાં રમાઈ રહેલી પ્રીમિયર લીગમાં એક સટ્ટાબાજે સંપર્ક કર્યો હોવાની જાણ એક ક્રિકેટરે બોર્ડને કર્યા બાદ બીસીસીઆઈએ તેના ભ્રષ્ટાચાર વિરોધી એકમ(એસીયુ)ને સક્રિય બનાવ્યું છે.

એસીયુના અધ્યક્ષ અજિતસિંહે આ ઘટનાક્રમને પુષ્ટિ આપી હતી. બીસીસીઆઈના નિયમ મુજબ જાણકારી આપનારા ખેલાડીનું નામ જાહેર કરાયું નથી. સટ્ટાબાજ અંગેના સવાલના જવાબમાં સિંહે જણાવ્યું હતું કે, અમારી નજર સટ્ટાખોરો પર છે. પણ થોડો સમય લાગી જશે.’ ઉલ્લેખનીય છે કે `આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની હાલની કિંમત 4.90 રૂપિયા છે. તેમના પછી સનરાઇઝર્સ હૈદરાબાદ છે જેની કિંમત 5.60 રૂપિયા છે.
આ પણ વાંચો : લોકડાઉનમાં કર્યું એવું કામ કે સૌ કોઈ છે અચંબિત
જોકે દિલ્હી શરૂઆતમાં ચિત્રમાં જ ન હતું અને એ પોઈન્ટ ટોલીમાં ટોપ પર આવી જતાં આ વખતે સટ્ટાબજારમાં મોટી ઉથલપાથલ થાય એવું જાણકારો માની રહ્યા છે. આ ઘટનાક્રમ બાદ આઈપીએલમાં સટ્ટાબાજી બાબતે અગાઉ થયેલા દાવા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે તો સાથે જ ક્રિકેટના ચાહકો મેચના પરિણામો સામે શંકાની સોય તાકી એ ચર્ચામાં છે કે એ કયો ખેલાડી હશે જેના સુધી સટ્ટાખોર પહોંચી ગયો. આ ખેલાડી સિવાય પણ સટ્ટાખોરે બીજા ખેલાડીઓનો સંપર્ક કર્યો જ હોય એ પણ શક્યતા બળવત્તર છે ત્યારે આઈપીએલનું વાતાવરણ ડહોળાઈ ચૂક્યું છે એ નક્કી.
