સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામ જન્મભુમિ-બાબરી મસ્જિદ વિવાદ પર શનિવારે નિર્ણય. વર્ષોથી ચાલી રહેલા આ મામલાની અંતિમ સુનાવણી 40 દિવસ પછી પુરી થઇ છે. જેમાં હિંસુ અને મુસ્લિમ પક્ષકારો તરફથી તીખી બહેસ ચાલી રહી છે. 40 દિવસની બહેસ પછી સુનાવણી પુરી થઇ ગઈ છે હવે સમગ્ર દેશ નિર્ણય નજર રાખીને બેઠો છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ ની આગેવાનીમાં પાંચ જજોની બેન્ચ આ મામલે ને સંભળાવી અને હવે આ બેન્ચ ઐતિહાસિક નિર્ણય સંભળાવશે. અયોધ્યા મામલે સુનાવણી કરનારા જજ કોણ છે. આ પાંચ જજો વિષે જાણીયે.

જસ્ટિસ રંજન ગોગોઈ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ બેન્ચની આગેવાની કરી રહ્યા છે. તેમણે 3 ઓક્ટોબર 2018ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાનો પદભાર સંભાળ્યો હતો. 18 નવેમ્બર 1954ના રોજ જસ્ટિસ રંજન ગોગોઈનો જન્મ થયો હતો. તેમણે શરૂઆત ગુવાહાટી કોર્ટથી કરી હતી, 2001માં તેઓ ગુવાહાટી કોર્ટમાં જજ બન્યા હતા.
આ પણ વાંચો : અયોધ્યા વિવાદ: પરિણામ પહેલા જાણો ટાઈમ લાઈન પર સમગ્ર ઘટના
ત્યારપછી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં તેમની 2010માં જજ તરીકે નિમણૂક થઈ. 2011માં તેઓ પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. 23 એપ્રિલ 2012માં જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના જજ બન્યા. ચીફ જસ્ટિસ તરીકે તેમના કાર્યકાળમાં તેમણે ઘણાં ઐતિહાસીક કેસના ચુકાદા આપ્યા છે. તેમાં એનઆરસી અને જમ્મુ-કાશ્મીર કેસની અરજીઓ પણ સામેલ છે.
2 જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (એસ.એ.બોબડે)
આ બેન્ચમાં બીજા જજ જસ્ટિસ એસ.એ.બોબડે છે. 1978માં તેઓ બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં જોડાયા હતા. ત્યારપછી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં લોની પ્રક્ટિસ કરી, 1998માં સીનિયર વકીલ બન્યા. વર્ષ 2000માં તેમણે બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ત્યારપછી મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા અને 2013માં સુપ્રીમ કોર્ટની જજ તરીકે કમાન સંભાળી હતી. જસ્ટિસ એસ.એ.બોબડે 23 એપ્રિલ 2021માં નિવૃત્ત થશે.

3 જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ
જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડે 13 મે 2016માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટમાં આવ્યા તે પહેલાં અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેઓ બોમ્બે હાઈકોર્ટમાં પણ જજ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે.
જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ દુનિયાની ઘણી મોટી યૂનવર્સિટીમાં લેક્ચર આપી ચૂક્યા છે. જજ તરીકે નિયુક્ત થતા પહેલાં તેઓ દેશના એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. તેઓ સબરીમાલા, ભીમા કોરેગાંવ, સમલૈંગિકતા સહિત ઘણાં મોટા કેસની પેનલમાં રહી ચૂક્યા છે.

4 જસ્ટિસ અશોક ભૂષણ
જસ્ટિસ અશોક ભૂષણનો જન્મ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં થયો હતો. અહીં તેઓ 1979માં યુપી બાર કાઉન્સિલમાં જોડાયા હતા. ત્યારપછી અલાહાબાદ હાઈકોર્ટમાં વકિલાતની પ્રેક્ટિસ કરી હતી. તે સિવાય તેમણે અલાહાબાદ હાઈકોર્ટમાં ઘણાં પદ સંભાળી ચૂક્યા છે અને 2001માં અહીં જ જજ તરીકે નિયુક્ત થયા. 2014માં તેઓ કેરળ હાઈકોર્ટના જજ નિમાયા અને 2015માં અહીં ચીફ જસ્ટિસ બન્યા. 13 મે 2016માં તેમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

5 જસ્ટિસ અબ્દુલ નઝીર
અયોધ્યા મામલે બેન્ચમાં સામેલ જસ્ટિસ અબ્દુલ નઝીરે 1983માં વકીલાત શરૂ કરી હતી. તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. ત્યારપછી ત્યાંજ એડિશનલ જજ અને પરમેનેન્ટ જજનો કાર્યભાર સંભાળ્યો. 17 ફેબ્રુઆરી 2017માં તેમણે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

જણાવવાનું કે સુપ્રીમ કોર્ટ તરફથી પહેલાં આ ઐતિહાસિક કેસમાં મધ્યસ્થતીનો રસ્તો અપનાવવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે પેનલને સફળતા ન મળી. ત્યારપછી 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં રોજ સુનાવણી ચાલી રહી છે. કોર્ટે સપ્તાહમાં પાંચ દિવસ આ કેસની સુનાવણી કરી અને છેલ્લા અમુક દિવસોમાં સુનાવણીમાં એક કલાક પણ વધારી દેવામાં આવ્યો હતો.
