2002ના ગોધરા કાંડ પછી થયેલા રમખાણો અંગે તપાસ પંચનો આજે 17 વર્ષ પછી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં વડાપ્રધાન મોદી સહિતના ઓને ક્લિનચીટ આપી દેવામાં આવી છે. રિપોર્ટમાં પૂર્વ IPS અધિકારીઓની ભૂમિકા નકારાત્મક હતી તેવો ઉલ્લેખ છે. આ રમખાણો બાદ રાજ્ય સરકાર અને પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, આર.બી. શ્રીકુમાર અને રાહુલ શર્માને સરકાર સાથે વિવાદ થયો હતો.
કોણ છે આ પૂર્વ અધિકારીઓ
સંજીવ ભટ્ટ
સંજીવ ભટ્ટ 1988માં પોલીસ તરીકે જોડાયા હતા. એક વખત તેવો નરેન્દ્ર મોદીની ગુડબુકસમાં આવતા અધિકારી તરીકે ઓળખાતા હતા. 2002 પછી તેઓ ગાંધીનગર સાબરમાંથી જેલમાં ફરજ બજાવતા હતા. 2011માં સંજીવ ભટ્ટે ઍફિડેવિટમાં કહ્યું હતું કે ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની બેઠકમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે ‘હિંદુઓને તેમનો આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ.’ ત્યાર પછી તેઓની જૂનાગઢ પોસ્ટિંગ થઇ ગઈ હતી. તેમણે 2002ના રમખાણો બાબતે નરેન્દ્ર મોદી પર આરોપ મૂક્યા. મોદી સરકારે આ અંગે કહ્યું હતું કે સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર નહોતા અને તેના કોઈ સાક્ષી નથી.
રાહુલ શર્મા
ભાવનગરના DSP રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય તેને ઠાર કરવાનો આદેશ આપ્યો હતો.જોકે આઈપીએસ અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાને પસંદ પડયો નહીં, તેમણે તેમની બદલી અમદાવાદ કરી દીધી. ત્યાંથી તેમને કંટ્રોલરૂમમાં ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા. ત્યાં તેમણે 2002માં ગુજરાતમાં બે માત્ર મોબાઇલ કંપનીઓ હતી ત્યાં તેઓ 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સની માહિતી માંગી. રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ માહિતી આપવામાં આવી તેમાં તેઓને પુરાવાઓ મળ્યા. આ કાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાવટી સામેની રાહુલ શર્માએ આ ફોનકોલ્સની સીડી રજૂ કરી હતી. નાણાવટી પંચમાં ગુજરાત સરકાર રાહુલ શર્માની સીડીનો વિરોધ કર્યો હતો. ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુકત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી હતી
આર.બી. શ્રીકુમાર
1971ની બેચના IPS અધિકારી આર.બી. શ્રીકુમાર રાજ્યના ભૂતપૂર્વ પોલીસ વડા છે જ્યારે ગોધરા કાંડ થયો હતો ત્યારે તેઓએ નરેંદ્ર મોદી પર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનો ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા. તેમણે ગોધરાકાંડ અને ત્યાર પછીની ઘટના માટે બનાવવામાં આવેલ નાણાવટી કમિશનના તપાસ અહેવાલના ભાગ-2ને સરકાર જાહેર કરે એ માટે ગુજરાત હાઇકોર્ટમાં સરકારને રિસ્પોડન્ટ બનાવી રિટ પિટિશન દાખલ કરી હતી.
