ચંડીપાડવાના દિવસે બધા સુરતીઓ ઘારી ખાય છે. પરંતુ એ કોઈ ને ખબર છે કે ચંદી પડવાના દિવસે ઘારી શા માટે ખાવામાં આવે અને પહેલી ઘારી કોને બનાવી, અને ક્યારથી ઘારી ખાવાની પરંપરા શરુ થઇ.

સુરતની પહેલી ઘારી કોને બનાવી
સુરતની ઘારી આજે 179 વર્ષની થઇ છે. 1837 લાલગેટ વિસ્તારમાં સૌ પ્રથમ ઘારીની દુકાન શરુ થઇ હતી. જેમાં 24 કલાક ઘારી મળતી હતી. તે સમયે દેવશંકર ઘારીવાળાનો ટ્રેડ માર્ક પણ રજીસ્ટર્ડ કરાવવમાં આવ્યો હતો. દેવશંકર શુક્લ (ઘારીવાળા)ની યાદ આજે પણ ઘારીવાળા ખાંચા તરીકે સુરતમાં ઓળખવામાં આવે છે
ઇ.સ 1836માં સુરતમાં નિર્મળદાસજી નામના સંત દ્વારા કોટસફીલ રોડ પર આવેલા શેષનારાયણ મંદિરમાં એક મઠની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં દેવશંકરભાઇ શુકલ નામના વ્યક્તિ દ્વારા તેમને મળેલા અનાજમાંથી સંત નિર્મળદાસજીના મઠમાં રસોઇ કરી જમાડતા હતા. સંત નિર્મળદાસજીએ દેવશંકરભાઇને વિશિષ્ટ પ્રકારની મીઠાઇ બનાવવાની રીત શીખવાડી હતી. આ મિઠાઇને ઘારી નામ આપ્યુ હતું.
આઝાદીની ચળવળ દરમિયાન ઈ.સ.1857ના અંગ્રેજો સામે મોરચો ખોલનાર વીપ્લવ અને તાત્યા ટોપે અને તેમના સૈન્યે પણ ઘારી ખાધી હતી અને તે દિવસ આસો વદ પડવો હતો અને ત્યારથી જ ચંદની પડવાના દિવસે ઘારી ખાવાની પ્રથા શરુ થઇ હતી.