વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસથી લડવાના પ્રયાસોને લઇ ભારતના વખામ કર્યા છે. WHOના વિશેષ પ્રતિનિધિ ડો, ડેવિડ નવારોએ સાથે એનડીટીવી સાથે વાત કરતા કોવિડ-19 સામે દેશમાં ચાલી રહેલા લોકડાઉનનું સમર્થન કર્યું. તેમણે જણાવ્યું, યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં કોરોનાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો માટે સ્થિતિ ખરાબ બની. તેમણે કહ્યું કે ભારતમાં ગરમ મોસમ અને મેલેરિયાના કારણે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે. અમે આશા રાખીએ છીએ કે તેઓનું શરીર કોરોનાને હરાવી દેશે. ડો. નવારોએ લોકડાઉનના કારણે લોકોને પડતી મુશ્કેલી અંગે કહ્યું તકલીફ જેટલી વધારે હશે, તેટલુ ઝડપથી પરિણામ મળશે.
બીમારીને ગંભીરતાથી લેવા માટે ભારતનો આભાર માન્યો

વિસ્શ્વની સરખામણીમાં કોરોનને લઇ ભારતની કામગીરી અંગે જણાવતા તેમણે કહ્યું, બીમારીને ગંભીરતાથી લેવા માટે ભારતના લોકોના ધન્યવાદ. ભારતે આ માટે કડક પગલાં ભર્યા. તેમની પાસે તેનો સામનો કરવાની અદભુત ક્ષમતા છે. સમગ્ર વિશ્વ આજે અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે. આ છૂપી રીતે હુમલો કરનાર દુશ્મન છે. મને ખુશી છે કે ભારતે તાત્કાલિક પગલા ભર્યા. સરકારની સમગ્ર મશીનરીએ મળીને કામ કર્યું. પ્રધાનમંત્રીથી લઈ મુખ્યમંત્રી એકસાથે કામ કર્યું. બીજા દેશમાં તેના પર ઝડપથી કામ ન થયું. તેઓએ કહ્યું કે અમુક કેસ સામે આવવા ગંભીર સમસ્યા નથી. આ સ્થિતિ ભારતમાં સર્જાઈ હોત તો ઘણી ખરાબ પરિસ્થિતિ હોત.
હું ભારતના લોકોને કહેવા માંગુ છું કે આની સામે સાથે મળીને લડવાનું છે. આપણે પહેલા આવા દુશ્મનનો સામનો નથી કર્યો. આપણે બધા જોખમમાં છીએ. આજે મને બીમારી નથી, પરંતુ કાલે થઈ શકે છે. મારે મારા પરિવાર અને સમાજને બચાવવો છે.
ઝડપથી પગલા ભરવા જ એકમાત્ર સમાધાન

ઈટાલી અને અમેરિકામાં ભારતથી વધારે સારી સ્વાસ્થ્ય સુવિધા છે, છતાં ત્યાં સ્થિતિ ખરાબ છે, આવામાં ભારત માટે જણાવ્યું કે ભારતમાં ઝડપી પગલાં ભરાઈ રહ્યા છે જે એકમાત્ર સમાધાન છે. બીજા દેશોએ એવું ન કર્યું માટે ત્યાંની સ્થિતિ ખરાબ છે.
સંક્રમિત લોકોએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ
વાયરસ સામે માસ્ક કેટલી અસરકારક છે એ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યું કે, સંક્રમિત લોકો દ્વારા એક બીજાને ચેપ ન લાગે માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએતેઓએ ઓછામાં ઓછા બે મીટર દૂર રહેવું જોઈએ. માસ્ક પહેરવાની સાથે લોકોને ઉધરસ અને છીંક ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ.

તેમણે જણાવ્યું, સૌથી વધારે સુરક્ષાની જરૂરિયાત હેલ્થ વર્ક્સને છે. તેઓ દર્દીઓના સંપર્કમાં આવે છે. તેઓનું સન્માન કરવું જોઈએ. વાઈરસ ઝડપથી ચપેટમાં લે છે. આપણે સ્થાનિક કક્ષાએ માસ્ક બનાવવા જોઈએ જેનાથી વધારે લોકોને માસ્ક પહેરાવી શકાય અને લોકોને ચેપથી બચાવી શકાય. હું કહેવા માંગુ છું કે લોકો ઉધરસ ખાતી વખતે કપડાનો ઉપયોગ કરે. વારંવાર હાથ ધૂઓ. બચવા માટે આ સાચી રીત છે. ઘણીવાર લોકો પાસે પાણી નથી હોતું તો આવું કરવું મુશ્કેલ બની જાય છે.
આ પણ વાંચો : અભ્યાસ, ભારતમાં કોરોના વાયરસ વધુ ઘાતક નહિ સાબિત થાય ? આ રહ્યું કારણ
