મહારાષ્ટ્રમાં અનેક રાજકીય ઉથલપાથલ થયા બાદ હાલમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. આ રાજકીય ઊથલપાથલની વચ્ચે બીજેપી એ જેડીયૂ (JDU) નાચૂંટણી રણનીતિકાર ગણાતા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પર નિશાનો સાધ્યો છે. એનડીએ ગઠબંધનથી શિવસેના અલગ થતાં બીજેપી નેતા પ્રિતી ગાંધીએ પ્રશાંત કિશોરને જવાબદાર ઠેરવતા ટવિટ કર્યું કે, પ્રશાંત કિશોર લઇ ડૂબ્યાં. તેમજ માસ્ટર સ્ટ્રેટેજિસ્ટના કારણે જ મહારાષ્ટ્રમાં આવો હાલ છે.
મળેલ માહિતી મુજબ, પ્રશાંત કિશોર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પહેલા મળવા ગયા હતા. તેનામાં એવું માનવામાં આવ્યું રહ્યું છે કે જેડીયૂ (JDU) ના નેતા પ્રશાંત કિશોરે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રીનું સપનું દેખાડ્યું હતું. જેના કારણે 50-50 ફોર્મ્યુંલા હેઠળ શિવસેનાએ બીજેપી પાસે અઢી વર્ષ સુધી મુખ્યમંત્રીપદની માંગ કરી હતી. જેના કારણે બીજેપી અને શિવસેનાનું અઢી દશક જૂનું ગઠબંધના તૂટી ગયું છે.
અજય આલોકે કોણે કહ્યું માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ
જેડીયૂ (JDU) ના નેતા અજય આલોકે ટ્વિટમાં કહ્યું કે, એક છે માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ. છેલ્લા કેટલાક દિવસોમાં શિવસેના તેમનું જ્ઞાન લઈ રહી હતી. પરિણામ સૌ જોઈ રહ્યા છે. હવે મહામહિમે વધુ સમય નથી આપ્યો. લાગે છે કે આ પૉઇન્ટ પર માસ્ટર સાહેબે ધ્યાન નથી આપ્યું. પરિણામ ‘ન તીન મેં ન તેરહ મેં કહેતે હેં ન ગફલત મેં સબ ગએ, માયા મિલી ન રામ, જય માતર સાબ’
પ્રશાંત કિશોર ઉદ્ધવ ઠાકરેના સલાહકાર છે
હાલમાં પ્રશાંત કિશોર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. સૂત્રો અનુસાર એવું કહેવામાં આવ્યું રહ્યું છે કે પ્રશાંત કિશોરની સલાહ બાદ જ ઉદ્ધવ ઠાકરેના મનમાં મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ઉત્પન્ન થઇ. જેના બાદ મહારાષ્ટ્રમાં સત્તા માટે મહાભારત શરૂ થઇ ગયું હતું. પ્રશાંત કિશોર આ માધ્યમથી બે નિશાન સાધતા આવતા વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુને સીટોની વહેંચણીમાં બીજેપી પર દબાણ બનાવવું સરળ રહેશે. તો આ જ ગેમથી 2024ની ચૂંટણીમાં નીતીશ કુમારની મહાત્વાકાંક્ષાને બળ મળશે.
