કોરોના વાયરસને લઇ લોકોને વિવિધ સમજૂતી આપવામાં આવી રહી હતી ત્યારે તમે સેફ રહો માટે દિવસ-રાત બહાર રહી ડોક્ટર, પોલીસ કર્મીઓ સર્ફિ કર્મચારીઓ, પત્રકારો તેમજ સરકારી કર્મચારીઓ તમે સુરક્ષિત રહો એ માટે કામ કરી રહ્યા છે. આવા કર્મચારીઓમાંથી એક રાજ્યના હેલ્થ સેક્રેટરી અંગે જાણીએ.
દિવસમાં 20 કલાક કામ કરી રહ્યા
આ જીવલેણ મહામારીથી પોતાના પરિવારની પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર સતત 20 કલાક કામ કરી રહેલા આ મહિલા અધિકારી પ્રજાને વિનંતી કરી રહ્યા છે કે અમે આપના સ્વાસ્થય અને સગવડની ચિંતા કરી રહ્યા છીએ, આપ મહેરબાની કરીને અમારી નિષ્ઠા- પ્રામાણિકતાની કદર કરો અને ઘરમાં રહો.

હેલ્થ સેક્રેટરી ડોક્ટર જયંતિ રવિ કોણ છે?
ડોક્ટર જયંતિ રવિ 2002માં પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા, ત્યાર પછી તેઓ ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય, શિક્ષણ વિભાગ, જેવા વિભાગોમાં પોતાનું યોગદાન આપ્યું હતું. તેઓ 11 જેટલી ભાષાઓ જાણે છે. તેઓએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે તેમણે સંસ્કૃત ભાષામાં- અંગ્રેજીમાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેઓએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને હાવર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે. તેઓ મેનેજમેન્ટ વિષયમાં પણ પીએચડી કર્યું છે.
આ પણ વાંચો : કોરોનાકાળમાં ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિની બદલી થઇ
કેન્દ્ર સરકારે તરફથી ‘CHAMPION’નું બિરુદ મળ્યું છે
સાદગીમાં રહેતા ‘રવિ’ કામની બાબતે એકદમ કડક છે. ડો જયંતિ રવિ મૂળ ગુજરાતી નથી પરંતુ તેઓ સ્પષ્ટ ગુજરાતી બોલે છે. તેઓ 1991ની બેચના IAS અધિકારી છે. તેઓ ન્યૂક્લિયર ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ઈ ગવર્નન્સમાં PH.D છે. એમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન સમયે તેઓ ગુજરાતમાં ગ્રામ વિકાસ કમિશનર હતાં અને રાજ્યમાં સફાઈ અને શૌચાલય અભિયાનમાં તેમની કામગીરીને કારણે કેન્દ્ર સરકારે તેમને ‘CHAMPION’નું બિરુદ આપ્યું હતું.

ઓફિસમાં ઓછા પણ ફિલ્ડમાં વધુ જોવા મળે
તેઓ પોતાના કામ દરમિયાન તેઓ ઓફિસમાં ઓછા ફિલ્ડ પર વધુ જોવા મળે છે ફિલ્ડમાં તેઓ એક અધિકારી નહિ પરંતુ સામાન્ય માણસ સાથે એક સામાન્ય બની જાય છે. 2002માં ગોધરા કાંડ સમયે તેઓ ગોધરાના કલેક્ટર હતા. તે સમયે તેમણે પોતાની કુનેહથી પરિસ્થિતિને સંભાળી લીધી હતી. શિક્ષણ ક્ષેત્રે પણ તેઓએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક નિર્ણયો લીધા હતા.

હેલ્ધી લાઈફ સ્ટાઈલ
ડૉ.જયંતિ રવિ હંમેશા સરકારી ગાડીમાં નહિ પરંતુ સાઈકલ પર ઓફીસ જતા હતા, જનતા સાથે જ તેઓ પોતાના આરોગ્ય પ્રત્યે પણ એટલા જ સજાગ રહે છે, યોગાથી લઈને સાઈકલિંગ અને પોતાના શોખ માટે પણ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢીને ક્લાસિકલ મ્યૂઝિકના કાર્યક્રમોમાં સિંગિગ પણ કરે છે. કર્મચારીઓ સાથે પ્રાર્થના પણ કરે અને તેમના પરિવારની ચિંતા પણ કરે છે.