આજથી મુંબઈ ઈન્ડિયન્સ(MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) વચ્ચે પ્રથમ મુકાબલાથી આઈપીએલની 13મી સિઝનનો પ્રારંભ થશે. સટ્ટાબજારે આજે સવારથી જે ભાવ ઓપન કર્યા હતી એ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલનું ટાઈટલ જીતવા માટે સૌથી હોટ ફેવરિટ ટીમ છે. આ ટીમનો ભાવ 4.90 રૂ. છે. જ્યારે બૂકીઓના મતે સૌથી નબળી ટીમ રાજસ્થાન રોયલ્સ છે જેનો ભાવ અત્યારે 10 રૂ. મુકવામાં આવ્યો છે. અહીં એ જણાવવાનું પણ જરૂરી છે કે જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ રસાકસીને આધારે આ ભાવોમાં ઉથલપાથલ જોવા મળી શકે છે.
સટ્ટાબજારને લઇ અધિકારીઓ એલર્ટ

પ્રેક્ષકો વગર યુએઈની ધરતી પર રમાવાની હોવા છતાંય ખેલાડીઓ અને ક્રિક્રેટ લવર્સ પણ આ ટુર્નામેન્ટ માટે ઉત્સાહિત છે. આઈપીએલમાં આ વખતે સટ્ટાબાજીને સહેજ પણ પ્રોત્સાહન ન મળે એ માટે અનેક કડક ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે સાથે જ આઈપીએલ સાથે જોડાયેલ તમામ અધિકારીઓ પણ સટ્ટાબાજી બાબતે અગાઉથી જ ખેલાડીઓ સહિતના સ્ટાફને તાકીદ કરી ચૂક્યા છે. જોકે સટ્ટાબાજીનું નેટવર્ક પણ ભૂગર્ભમાં રહી પોલીસને ચકમો આપવા સાથે તેના જોર પર છે. સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત ડિઝની હોટસ્ટાર વીઆઈપી ચેનલ પર આઈપીએલનું લાઈવ સ્ટ્રીમીંગ થશે. સટ્ટાબાજી માટે પંકાયેલા મુંબઈ, દિલ્હી, હરિયાણા, ગુડગાંવ, સુરત અને પાટણ જેવા શહેરોમાં બૂકીઓ અને તેમના પન્ટરોનું ખાનગી સ્થળોથી ઓપરેટિંગ થઈ રહ્યું હોવાની વિગતો સાંપડી રહી છે. મોબાઈલ સાથે ફાર્મ હાઉસ ઉપરાંત ફોર વ્હીલર્સમાં ફરતા રહીને પણ પન્ટરો તેમનું નેટવર્ક ધમધમાવતા હોય છે.
સટ્ટાબાજીનો સાદો નિયમ છે કે જે ટીમનો ભાવ ઓછો હોય એ ટીમ ટ્રોફી જીતવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

દરેક ટીમના ભાવ પર નજર કરીએ-
- મુંબઈ ઈન્ડિયન્સ- 4.90 રૂ
- સનરાઈઝર્સ હૈદરાબાદ-5.60 રૂ.
- ચેન્નાઈ સુપર કિંગ્સ- 5.90 રૂ.
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 6.20 રૂ.
- દિલ્હી કેપિટલ્સ- 6.40 રૂ.
- કોલકત્તા નાઈટ રાઈડર્સ- 7.80 રૂ.
- કિંગ્સ ઈલેવન પંજાબ- 9.50 રૂ.
- રાજસ્થાન રોયલ્સ-10 રૂ.
શું કહે છે જ્યોતિષો

જ્યોતિષશાસ્ત્રીઓ દ્વારા આઈપીએલ 2020 માટે જે ગણતરીઓ ગ્રહોની ચાલ મુજબ માંડવામાં આવી છે એ મુજબ આ વખતે ટાઈટલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના નામે થઈ શકે છે. કેપ્ટન વિરાટ કોહલીના સિતારાઓને ધ્યાનમાં રાખી આ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ આ વખતે ચોક્કસપણે જ આઈપીએલનો ખિતાબ તેમના નામે કરશે. જ્યોતિષશાસ્ત્રીઓનું એક અન્ય જૂથ માને છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલનો ખિતાબ મેળવવા ભાગ્યશાળી રહેશે.
આ પણ વાંચો : IPL શરૂ થવા પહેલા રોહિત શર્માએ જણાવ્યું, કોના વિરુદ્ધ રમવામાં આવે છે મજા
