દેશમાં ડુંગળીમાં ભાવના વધારો નોંધાઈ રહ્યો છે. આ ભાવ વધારેને અટકાવવા સરકારે દેશમાં ડુંગળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા અને કિંમતો અંકુશમાં રાખવા ઘણા પગલાં ભર્યા છે. આ બાબતે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે, આજથી 31 ડિસેમ્બર સુધી વેપારીઓ પર ડુંગળીના સંગ્રહ માટે મર્યાદા નિયત કરાઇ છે. જે મુખ્ય જથ્થાબંધ વેપારી 25 મેટ્રીક ટન જ્યારે છૂટક વેપારી બે મેટ્રીક ટન સુધી ડુંગળીનો સંગ્રહ કરી શકશે.

દેશમાં ડુંગળીના ભાવમાં વધારાને કારણે સરકારે ગયા મહિનાની 14 તારીખથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. જેથી ખરીફ મોસમમાં નવી ડુંગળી આવે ત્યાં સુધી સ્થાનિક ગ્રાહકો માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે. તેમજ આ નિર્ણયથી ડુંગળીની છૂટક કિંમતોમાં પણ થોડો ઘટાડો થયો છે.
ડુંગળી ઉગાડતા જિલ્લાઓ જેવા કે, મહારાષ્ટ્ર,કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે પાક ખરાબ થવાની સંભાવનાથી કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. ડુંગળીની માંગને પહોંચી વળવા સરકારે સંગ્રહ કરેલી એક લાખ મેટ્રીક ટન ડુંગળી ઉપલબ્ધ કરાવી છે. તેમજ ડુંગળીની આયાત વધારવા માટે પણ સરકારે ઘણા પગલાં ભર્યા છે.
આ પણ વાંચો : બુર્જ ખલીફામાં બેસીને ‘કારોબાર’ ચલાવતો