આજે ભારતીય નૌસેના દિવસ છે. દર વર્ષે ભારતમાં 4 ડિસેમ્બરના રોજ નૌસેનાના વીરોને યાદ કરવામાં આવે છે અને નેવી ડે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કેમ આજ દિવસે નેવી ડે ઉજવવામાં આવે છે?
વાત વર્ષ 1971 ની છે, જયારે ભારત-પાકિસ્તાનના વચ્ચે થયેલ યુદ્ધમાં આપણે વિજય રહ્યા હતા. ભારતની જીતનો ઉત્સાહ મનાવવા માટે દર વર્ષે 4 ડિસેમ્બરના નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. આ યુદ્ધ દરમિયાન ભારતીય નૌસેનાએ કરાચી પર હુમલો કર્યો હતો, તે જ સફળતાની યાદમાં નૌસેના દિવસ ઉજવવામાં આવે છે. આ જંગ ને ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ ના નામથી ઓળખવામાં આવે છે.

જાણો આ ઓપરેશનથી જોડાયેલી ખાસ વાતો:
આ અભિયાન પાકિસ્તાની નૌસેનાના મુખ્યાલયને નિશાના પર લઇ શરુ કરવામાં આવ્યો હતો, જે કરાચીમાં હતો
હિન્દુસ્તાનના આ હુમલામાં 3 વિદ્યુત ક્લાસ મિસાઈલ બોટ, 2 એંટી-સબમરીન અને એક ટેંકર સામેલ હતું.
કરાચીમાં રાતના હુમલો કરવાની તૈયારી હતી, કારણકે પાકિસ્તાન પાસે એવા વિમાન ન હતા જે રાતે બમબારી કરી શકે. આ જંગમાં ભારતના એક પણ જવાન શહીદ ની થયા હતા, જયારે પકિસ્તાનના 5 નૌસૈનિક ઠાર પડી ગયા હતા અને 700 થી વધૂને ઇજા થઇ હતી. આ જીતનો ઉત્સાહ દર વર્ષે 4 ડિસેમ્બરના નૌસેનાના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. ભારતીય નૌસેના વિશ્વની પાંચમી સૌથી મોટી નૌસેના માનવામાં આવે છે.
