સોશિયલ મીડિયા પર કર્ણાટકના એક યુવકની ચર્ચા જોરોમાં છે. ટ્વીટર પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે યુવકે 100 મીટરની એક રેસ માત્ર 9.55 સેકેન્ડમાં પૂરી કરી લીધી. જણાવી દઈએ કે વિશ્વ પ્રસિદ્ધ એથલેટ ઉસેન બોલ્ટએ 100 મીટર દોડ 9.58 સેકેન્ડમાં પુરી કરી કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એ સમયે કહેવામાં આવી રહ્યું હતું કે આ રેકોર્ડ કોઈથી નહિ તોડી શકાશે. પરંતુ 28 વર્ષના યુવકે આ રેકોર્ડ તોડી દીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો તેઓ આ એક બફેલો રેસમાં ભેંસા સાથે દોડ્યા હતા.
કર્ણાટકના શ્રીનિવાસ ગૌડા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તેમને લોકો ઓલમ્પિકમાં મોકલવાની માંગ કરી રહ્યા છે, અને કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂએ સાઈના ટોપ કોચીને ટ્રાયલ અપાવવાની વાત કરી છે.
આનંદ મહિન્દ્રાએ કરી માંગ
શ્રીનિવાસનો આ વિડીયો જેવી રીતે સોશિયલ મીડિયા પર લોકો એમની તુલના ઉસેન બોલ્ટ સાથે કરી રહ્યા છે. ભારતના મશહૂર ઉદ્યોગપતિ આનંદ મહિંદ્રાએ ખેલ મંત્રી કિરણ રિજિજૂ સાથે તેમને ટ્રેનિંગનો ચાન્સ આપવાની માંગ કરતા ઓલમ્પિક માટે ભારતના પદની ઉમ્મીદ પણ ગણાવી.
કિરણ રિજિજૂ બોલ્યા- ચાન્સ આપીશ
આના પર રિજિજૂએ રીપ્લાય કર્યો, ‘હું કર્ણાટકના શ્રીનિવાસ ગૌડાને સાઈના ટોપ કોચોને ટ્રાયલ માટે કોલ કરીશ। સામાન્ય રીતે એથ્લેટીક્સમાં ઓલમ્પિકના માનકો વિશે લોકોને ઓછું જ્ઞાન છે. જ્યાં માનવીય શક્તિ અને ધીરજ ને પારખવામાં આવે છે. હું એ સુનિશ્ચિત કરીશ કે ભારતમાં કોઈ પણ પ્રતિભામાં કસર બાકી નથી.
અત્યારે નહિ થાય બોલ્ટ સાથે તુલના
શ્રીનિવાસની 955 સ્કેન્ડ સ્પીડ જણાવાઈ રહી છે, પરંતુ તેની સીધી તુલના બોલ્ટ સાથે નહિ કરી શકાય, શ્રીનિવાસ ભેંસોના જોડા સાથે કાદવમાં ભાગ્યા હતા, જયારે બોલ્ટ એથ્લીટો સાથે પ્રોપર રેસમાં દોડી રેકોર્ડ બનાવ્યો હતો.
