અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 થી 25 ફેબ્રુઆરી ભારતના પ્રવાસે છે. ત્યારે તેઓ અમદાવાદની પણ મુલાકાત લેવાના છે અમદવાદમાં તેઓ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. જેને લઇ અમદાવદમાં તૈયારી જોરોમાં છે. ટ્રમ્પની અમદાવાદમાં મુલાકાતને લઇ અમદાવાદ એરપોર્ટથી લઇ ઇન્દિરાબ્રીજ અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમ સુધીના તમામ રસ્તાઓ પર કલર કરવાનું કામ ચાલુ રહ્યું છે.

તંત્ર આ કામગીરીને લઇ અમદાવાદ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે માટે લોકો પણ ખુશ થઇ રહ્યા છે ત્યારે લોકો હવે કહી રહ્યા છે કે વર્ષમાં એક વખત ટ્રમ્પ ભારત આવે આટલા સારા કામો તો થાય એવા મેસેજ વાયરલ થઇ રહ્યા છે.

આટલું જ નહિ ગરીબી છુપાવવા માટે તંત્રએ ઝુંપડપટ્ટીની બહાર દિવાલ ચણી દીધી છે.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલો મીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે.
