સમય સાથે વિચાર બદલાવવા જીવન માટે અનિવાર્ય છે. જયારે અમુક લોકો હજુ પણ તેમના જૂના વિચારોનું ત્યાગ નથી કરી શકતા, ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેમના વિચાર પણ સમય સાથે બદલાય છે. એક સમય એવો હતો જ્યારે યુવક અને તેના પરીવારને એવી યુવતીની શોધ રહેતી જે ઘર પરીવાર સારી રીતે સાચવી શકતી હોય. પરંતુ બદલતા સમય સાથે લોકોની પસંદ પણ બદલી ચુકી છે. હવે નોકરી કરતી યુવતીઓ લગ્ન માટે પહેલી પસંદ બની છે. નોકરી કરતી યુવતીઓ યુવકોને વધારે પસંદ આવે છે. આમ થવાનું કારણ શું છે તે પણ જાણી લો.
ઘર ખર્ચ
આજ ના યુગમાં ખર્ચા એટલા વધી ગયા છે કે વધતી જરૂરીયાતોને પહોંચી વળવા માટે અને પરીવારને સારી લાઈફસ્ટાઈલ આપવા માટે જરૂરી છે કે ઘરમાં કમાણી કરતા લોકો વધારે હોય. મોંઘવારી દરેક વ્યક્તિ માટે સમસ્યા હોય છે. તો પતિ અને પત્ની બંને કમાતા હોય તો ઘર ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો થઈ શકે છે.

સમજશક્તિ
કામના કારણે રહેતા સમયના અભાવ, માનસિક તણાવ વગેરે સ્થિતીને કામ કરતી યુવતીઓ સારી રીતે સમજી શકે છે તેવું માનવામાં આવે છે. લાઈફપાર્ટનર પણ કામકાજી હોય તો તે પતિના કામ અને તેના સમયને પણ સારી રીતે સમજી અને ન્યાય આપી શકે છે. નહીંતર સમયના અભાવના કારણે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે.
બચત
ઘરમાં પતિ પત્ની બંને કમાતા હોય તો આવક વધારે અને ખર્ચ ઓછો થાય છે. સાથે ઘરના ખર્ચા પુર્ણ કર્યા બાદ બચત પણ કરી શકાય છે. તેના કારણે યુવકો નોકરી કરતી યુવતીને વધારે પ્રાથમિકતા આપે છે.
પોતાનો ખર્ચ જાતે કરે
નોકરી કરતી યુવતી પોતાના ખર્ચ પોતાની કમાણીમાંથી જ કાઢી લેતી હોય છે. ખર્ચ માટે તેણે પતિ પર નિર્ભર રહેવું પડતું નથી અને ખર્ચના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડા પણ થતા નથી.
ઓપન અને પોઝિટિવ
વર્કિંગ વુમન ઓપન માઈન્ડેડ અને સકારાત્મક વિચાર ધરાવતી હોય છે. કારણ કે તે દુનિયાદારી અને બહારની દુનિયાને સારી રીતે સમજી શકતી હોય છે. આ કારણે યુવકોને કામ કરતી યુવતી વધારે પસંદ આવે છે.
