હાલમાં રિવામાં નગર પાલિકા નિગમમાં મહિલાઓએ એક IAS નગર નિગમ કમિશ્નરના ચેમ્બરના રૂમમાં ઘૂસીને પહેલા તો હલ્લો મચાવ્યો. તેમજ મહિલા નેત્રીઓએ કાળી અને લાલ બંગડીઓ કમિશ્નર પર ફેંકી દીધી. કમિશ્નરે કહયું કે હું સકારાત્મક વિચાર રાખું છું. બંગડીઓ જ આપવી છે તો આ મહિલાઓ કરવા ચોથ પર ગરીબ મહિલાઓને બંગડીઓ ભેટ આપે. જેનાથી આ મહિલાઓને દુઆ મળશે.
નગર નિગમ કમિશ્નર સભાજીત યાદવ દરરોજની જેમ કાર્યાલયમાં બેસેલા હતા. એ જ દરમિયાન ભાજપા મહિલા મોર્ચાની મહિલાઓએ ત્યાં આવીને બૂમોબરાડા કર્યા. તેમજ મહિલાઓએ નગર નિગમ કમિશ્નર IAS સભાજીત યાદવના પર કાળી બંગડીઓ ફેંકી અને સાડી પહેરાવવાના પ્રયત્ન કર્યા. જ્યારે મહિલાઓએ કમિશ્નરના ચેમ્બરમાં કાળી અને લાલ બંગડીઓ ફેંકી અને તોડી. ત્યારે આ તમામ ઘટના દરમિયાન પોલીસ ત્યાં જ ઉભી હતી. પરંતુ મહિલાઓને રોકી નથી. ભાજપા મહિલા મોર્ચા કમિશ્નરની કાર્યશૈલી થી નારાજ છે.

આ સંપૂર્ણ ઘટના વિશે કમિશ્નર સભાજીત યાદવે કહ્યું કે, આ પ્રકારનો વિરોધ રાજનીતિક પાર્ટીઓ જ કરે છે. એમને મહિલાઓનો વિરોધ કર્યા પર FIR તો નથી લખાવી પરંતુ એક સલાહ આપતા કહ્યું કે, કોઈ પૂંછમાં આગ લગાવે છે તો કોઈ શ્મશાનમાં ધરણા કરે છે. મારા મતે બંગડીઓ જ આપવી છે તો કોઈ ગરીબ મહિલાને કરવા ચોથ પર બંગડીઓ બેટ આપો. જેનાથી તમને દુઆ મળશે. હું વિકાસ કાર્ય કરી રહ્યો છું તો ઘણા લોકોને તકલીફ થઈ રહી છે.
નગર પાલિકા નિગમ રિવામાં સભાજીત યાદવ જ્યારથી પદ પર આવ્યા છે, ત્યારથી બીજેપી સતત તેમનો વિરોધ કરી રહી છે. આના પહેલા ભાજપ સાંસદ જનાર્દન મિશ્રા એ IAS સભાજીતને જમીનમાં જીવંત દફનાવી દેવાની ધમકી આપી હતી. વાસ્તમાં, કમિશનરે નગર નિગમમાં ભાજપ સરકારના દરમિયાન થયેલા અનેક કૌભાંડો પરનો પડદો ઉઠાવ્યો છે. જેના કારણે ભાજપ આક્રમાક થઇ ગઈ અને હવે સાંસદના પછી મહિલા નેત્રીઓએ પણ કમિશ્નરને બંગડીઓ પહેરાવી દીધી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.