બિગ બી નો શો ‘કોન બનેગા કરોડપતિ’ જ્યારથી શરુ થયો ત્યારથી કંઈક ને કઈંક ખુલાસા થતા હતા. પરંતુ આ વખતે ‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સીઝન એક સવાલનાં કારણે ભારે વિવાદમાં ઘેરાઈ છે. શોમાં છત્રપતિ શિવાજી મહારાજ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા પર યૂઝર્સ ચેનલ અને અમિતાભ બચ્ચન પાસે માફીની માંગ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચને એક કન્ટેસ્ટન્ટ્ને સવાલ પૂછ્યો કે, ‘આમાંથી કયા શાસક મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમકાલીન હતા?’ અને ઓપ્શનમાં આપવામાં આવ્યું હતું કે મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાજ રણજીત સિંહ અને શિવાજી. આ સવાલને લઈ કેટલાક લોકોની લાગણી દુભાઈ છે.

સોશિયલ મીડિયા પર #Boycott_KBC_SonyTv, #BoycottKBC જેવા હેશટેગ હાલમાં ટ્રેન્ડ થવા લાગ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે આ સવાલ છત્રપતિ શિવાજીના અપમાન બરાબર છે તમારે માફી માગવી જોઈએ. એક યૂઝરે લખ્યું, “દેશ અને ધર્મ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા છત્રપતિ મહારાજ માટે માત્ર ‘શિવાજી’?”
તો અમુક યૂઝરે લખ્યું કે, ‘નિર્દોષની હત્યા કરનારા ઔરંગઝેબ માટે મુઘલ સમ્રાટ અને લોકોની રક્ષા કરનારા છત્રપતિ શિવાજી મહારાજ માટે માત્ર શિવાજી?’
