બોલિવૂડના દબંગ સલમાન ખાન આજે તેમનો 54 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ સ્ટારની વાત જ કઈ અલગ છે. નાના બાળકોથી લઇ વૃદ્ધ સુધી સૌ તેમને ખુબ જ ચાહે છે. બોલિવૂડના ચુલબુલ પાંડે ફિલ્મોની સાથે પોતાની સ્ટાઇલને લઈને પણ સમાચારોમાં રહેતા હોય છે.
સલમાનની ફેન ફૉલોઈંગની લાંબી લાઈન છે અને તેમના ફેન તેમને ફૉલો પણ ખુબ જ કરે છે. સલમાનની સ્ટાઈલમાં તેમનું સૌથી ખાસ છે શર્ટલેસ થવું. તેમની વધારે પડતી ફિલ્મોમાં તેઓ શર્ટલેસ થવાનું એક સીન રાખે છે.
સલમાનની આ સ્ટાઇલ તેમના સ્ટારડમ સાથે ચર્ચાનું એક વિષય બની ગયુ છે. તેમની શર્ટલેસ થવાની શુરુઆત આજ થી લગભગ 21 વર્ષ પહેલા થઇ હતી. પહેલી વાર સલમાનને દર્શકોએ ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માં શર્ટલેસ જોયો હતો. આ ફિલ્મ વર્ષ 1998 માં રિલીઝ થઇ હતી અને બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી, પરંતુ તેનાથી વધારે હિટ ફિલ્મનું સોન્ગ ‘ઓ ઓ જાને જાના’ થયું હતું.
21 વર્ષ પછી પણ આ ગીત લોકોના દિલમાં છે. આ ગીતમાં સલમાન પોતાની પસંદ અથવા સ્ક્રીપટની ડિમાન્ડ પર શર્ટલેસ ન થયો હતો, પરંતુ એક ઘટનાએ તેમને શર્ટલેસ કરી દીધો હતો. સલમાન ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ‘ગીતમાં મને શર્ટ પહેરવાનો હતો, પરંતુ જે શર્ટનો સાઈઝ હતો તે મને ફિટ ન થયો. ફિલ્મને સોહેલ ખાન ડાયરેક્ટ કરી રહ્યો હતો તો તેણે મને શર્ટલેસ જ સ્ટેજ પર જવા કહ્યું’.
આના સિવાય સલમાન ખાને જણાવ્યું હતું કે, ‘ઓ ઓ જાને જાના’ ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હે’ નો ભાગ હોવો જોઈએ હતો કારણકે આ આના માટે જ લખાયું હતું, પરંતુ ફિલ્મ મેકર્સે આને રિજેક્ટ કરી દીધું હતું. મને આ સોન્ગ પર્સનલી ખુબ જ પસંદ હતું તો મેં આ સોન્ગ પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માં ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો.
