મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સેનામાં ટ્રેનિંગ લેવાની પરવાનગી મળી ગઈ છે. જણાવી દઈએ કે ધોની ટેરિટોરીઅલ આર્મીના પેરાશૂટ રેજિમેન્ટમા લેફ્ટનેન્ટ કર્નલ છે. રાવતની મંજૂરી અનુસાર હવે ધોની પોતાની રેજિમેન્ટની સાથે જ ટ્રેનિંગ કરશે. ધોનીએ ક્રિકેટથી 2 મહિનાનો આરામ લઈને આર્મીની સેવા કરવાનો નિર્ણય લીધો છે.
સેનાના સૂત્રો અનુસાર, ધોનીની ટ્રેનિંગ મોટેભાગે જમ્મુ કાશ્મીરમાં થશે. હમણાં આર્મી ધોનીને કોઈ પણ એકટીવ ઓપેરશન માટે ભાગ નહીં લેવા દે. 38 વર્ષીય ધોનીએ BCCI ને પેહલા જ જણાવી દીધું હતું કે તે વેસ્ટ ઇન્ડિઝ ટુર માટે ઉપલબ્ધ નહીં હશે. ત્યારે જ એવા સમાચાર બહાર આવ્યા હતા કે તેઓ 2 મહિના રેજિમેન્ટની સાથે રહેશે.
31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી યુનિટ સાથે કાશ્મીરમાં ટ્રેનિંગ કરશે. આ યુનિટ વિકટર ફોર્સનો ભાગ છે. ધોની અહિયાં પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યૂટી સંભાળશે. તે આર્મીના જવાનો સાથે જ રહેશે. આ જાણકારી ઇન્ડિયન આર્મીએ આપી છે.
હાલમાં ધોની પ્રાદેશિક આર્મી (ટેરિટોરીઅલ આર્મી) નો ભાગ છે. 2011 માં આ ઉપાધિથી તેને સન્માનિત કરી લેફ્ટિનેન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા. ત્યાર પછી ધોનીએ તેના માટે પેરા ટ્રેનિંગ પણ લીધી હતી. જણાવી દઈએ કે પેરા આર્મીમા હાલ 9 સ્પેશયલ ફોર્સ, બે ટેરિટોરીઅલ આર્મી, અને એક રાષ્ટ્રીય રાઈફલ્સની બટાલિયનનો સમાવેશ થાય છે.
આર્મી માટે માહીનો પ્રેમ કોઈનાથી છુપાયો નથી આર્મી બેગ માટે ધોનીનો લગાવ આપણે જોયો છે. વર્લ્ડ કપમાં આર્મીના ખાસ લોકો ‘બલિદાન બેજ’ વાળા ધોનીના ગ્લોઝ કોણ ભૂલી શકે છે જેના પર વર્લ્ડ કપમાં મોટો વિવાદ પણ થયો હતો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.