દેશમાં IPLના ઇતિહાસમાં દરમિયાન પ્રથમ થવા જઈ રહ્યું છે કે, CSKની ટીમમાં રૈના નહિ રમે. આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સુપરકિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર અને ટૂર્નામેન્ટના સૌથી સફળ બેટ્સમેન સુરેશ રૈના આ વખતે ભાગ નહિ લે. આ વિશે શનિવારે CSKએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “રૈના વ્યક્તિગત કારણોસર આ વખતે IPLમાં નહિ રમે. CSKનો રૈના અને તેની પત્નીને પૂરેપૂરો સપોર્ટ છે.” પરંતુ તેમણે ટૂર્નામેન્ટ પહેલા સ્વદેશ પરત ફરવાનું કારણ કોઈને જણાવ્યું નથી. જેથી આ અંગે સોશિયલ મીડિયામાં ઘણી અટકળો ફરી રહી છે. રૈના અને CSKના ફેન્સને સવાલ થઇ રહ્યા છે કે, એવું તો શું થયું કે IPLએ ટૂર્નામેન્ટમાં રમવાની ના પાડી દીધી?, ચાલો જાણીએ કે એમાં કેટલી સચ્ચાઈ છે.
1) શું રૈના કોવિડ-19 પોઝિટિવ છે?
આ વાતમાં સચ્ચાઈ નથી કારણ કે, નિયમ મુજબ, કોરોના પોઝિટિવ વ્યક્તિ ફ્લાઇટમાં સફર ન કરી શકે. હાલમાં જે, UAEમાં જે ખેલાડીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ તેમને UAEમાં ઉભી કરવામાં આવેલી કોવિડ હેલ્થ ફેસિલિટીમાં સારવાર આપવામાં આવી રહી છે.
2) શું રૈના ઇજાગ્રસ્ત છે?
IPL ટૂર્નામેન્ટ શરૂ થવાના 22 દિવસ બાકી છે. અને જો રૈના ઈજાગ્રસ્ત હોય તો ઇજામાંથી ઉભરવા માટે તેમને આટલો સમય પૂરતો છે. જો તેમને ઇજા મોટી થઇ હોય તો આ અંગે જાહેરાત કરવામાં આવે.
3) ડોપ ટેસ્ટમાં ફેલ થયો?
એક અનુમાન છે કે, રૈનાએ ભૂલથી કોઈ પ્રતિબંધિત વસ્તુનું સેવન કર્યું હશે? પરંતુ, આ અનુમાનમાં કોઈ સચ્ચાઈ નથી. કારણ કે આવી વાતો છૂપાવવી શક્ય નથી. એવું બને તો CSKએ હાલમાં જાહેર કરેલું નિવેદન ન આપ્યું હોતે.
4) કોડ ઓફ કંડકટ સંબંધિત કોઈ એક્શન?
IPLમાં 13 વર્ષથી જે ફ્રેન્ચાઇઝ અને ખેલાડી વચ્ચે બોન્ડિંગ આવું હોય ત્યાં આવી કોઈ પરિસ્થિતિ સર્જાય એ માની શકાય તેમ નથી. તે ઉપરાંત આ પ્રકારના કેસમાં ટૂર્નામેન્ટના ચેરમેન પોતાનું નિવેદન જરુરુ આપે છે.
5) હોમ સિકનેસ?
આ વાતમાં તો જરાક પણ સચ્ચાઈ નથી. આટલા વર્ષથી ક્રિકેટ રમતો ખેલાડી પરિવારની યાદમાં ટુર્નામેન્ટના 2.5 મહિનાનો પ્રવાસ છોડી દે તે શક્ય નથી. તે ઉપરાંત, કોવિડ કાળમાં પૈસા, કરિયર અને ફેમ કરતા ફેમિલી સૌથી વધુ જરૂરી છે. આવા કારણને લઈને પણ ઘરે જવાનું પણ ગળે ઉતરે એવું નથી.
6) પરિવારમાં કોઈ બીમાર છે?
આ વાત પણ માનવામાં આવી શકે તેમ નથી. હાલમાં, CSKએ આપેલા નિવેદનમાં કહ્યું છે કે, રૈનાને તેની ફેમિલીને પૂરો સપોર્ટ છે. જેના અનુસાર, તેની અથવા તેની વાઈફના ફેમિલીમાંથી કોઈ વડીલની તબિયત કોઈ ગંભીર કારણોસર ખરાબ હોય અને તેથી રૈનાએ IPLમાં રમવાને બદલે મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું હોય. આ કારણ સાચું પડી શકે તેમ છે.
