દીપિકા પાદુકોણ પોતાના અલગ અલગ પ્રોજેક્ટોમાં બીઝી છે દિપિકા જલ્દી જ મેગ્ના ગુલઝારની ફિલ્મ છપાકમાં કામ કરવાની છે. આ વાત એક એસિડ અટૈક સર્વાઇવર ના જીવન પર છે. એ સિવાય દીપિકા, પોતાના પતિ રનવીર સિંહ સાથે ફિલ્મ 83માં દેખાશે આ સ્પોર્ટ્સ ફીમમાં તે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની પત્ની રોમી ભાટિયાની ભૂમિકામાં દેખાશે. હાલમાં જ દીપિકા રનવીર અને ફિલ્મ 83ની ટીમ સાથે પાર્ટી કરતા દેખાયા હતા. ત્યાર પછી તેઓ એક ઇવેન્ટમાં જતા દેખાય હતા આ ઇવેન્ટમાં દીપિકાએ ચાહકોના પ્રશ્નનોના જવાબ આપ્યા.
ગઈ રાત્રે દીપિકા એક ઇવેન્ટમાં પોહચી હતી, જ્યાં ફેન્સે એમને એક સવાલ કર્યો હતો તેમણે પોતાના અંદાજમાં જવાબ આપયો હતો. જ્યાં કેટલાક ફેન્સે અલગ-અલગ સવાલ પૂછ્યા. ત્યાં જ એક ગેસ્ટની વાત પર દીપિકાએ ચોંકાવનારો જવાબ આપ્યો. આ સવાલ પૂછવા પહેલા ગેસ્ટ કહ્યું કે તેઓ એક વકીલ અને લૉ પ્રોફેસર છે અને એમને દીપિકા અને રનવીરના લગનમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું આની પર દીપિકાએ મજાકના અંદાજમાં કહ્યું કે ‘થઇ શકે છે કે મને તમારી સેવાની જરૂરત જલ્દી જ પડે.’
આ સાંભળી બધા હસી પડ્યા પરંતુ એવામાં એ પણ સવાલ ઉભા થાય છે કે દીપિકાને વકીલની જરૂરત કયા કામ માટે પડવાની છે. બુધવારે દીપિકાએ ‘કમિંગ સુન’ લખી એક વિડિઓ પોસ્ટ કર્યો હતો હવે દીપિકા એવું શુ કરવાની છે કે, જેમાં દીપિકાને વકીલની જરૂરત પડે એ હાલ કોઈને ખબર નથી.