પાલઘર વિસ્તારમાં યોજનાપૂર્વક સાધુઓની નિર્મમતાપૂર્વક હત્યા અને દેશના ખ્યાતનામ પત્રકાર અર્નબ ગોસ્વામી પર કોન્ગ્રેસી ગુંડાઓએ કરેલાે હિંસક હુમલાે – આ બંને ઘટનામાં જાણે અજાણે સોનિયા ગાંધીનું નામ જોડાયું. એક તો સાધુઓની હત્યા પાછળ ડાબેરીઓ અને ઇસાઇ મિશનરીના કરતૂતો હોવાનું કહેવાય છે, અને બીજુ દેશના કોઇપણ ખૂણામાં નાની અમથી ઘટના સમયે ઉછળી ઉછળીને બુમો પાડતા સોનિયા ગાંધી સાધુની હત્યા સમયે મૌન સાધી લીધું.
તબલીગીઓના કારણે દેશ આખો કોરોના મહામારીમાં વધુ સપડાયો એમાં પણ સોનિયા ગાંધી ચૂપ રહ્યા. ત્યારે સ્વાભાવિક પ્રશ્નો થાય કે આતંકવાદીઓના હિત માટે બોલનાર, ઇસાઇ મિશનરીઓને મદદ કરનાર સોનિયા ગાંધીનું આ રહસ્યમય વર્તન કેમ? દેશહિત સાથે એ ક્યારેય કેમ ઊભા રહ્યા નથી? હંમેશા એ દેશને તોડનારા પરિબળોની પડખે જ કેમ ઊભા રહે છે? અથવા દેશહિતનું કામ કરનારા સામે આક્ષેપો કેમ કરતા રહે છે?’
સોનિયાનું વર્તન કાયમ રહસ્યથી ભરેલું રહ્યું છે.

ભૂતકાળની ઘટનાઓ પણ એ તરફ ઇશારો કરે છે.
1986માં સમગ્ર વિશ્વને ઇસાઇયતને રંગી નાખવાનું સપનું લઇને પોપ જ્હોન પોલ દુનિયાના પ્રવાસે નીકળેલા. ચીન અને ટચુકડા શ્રીલંકાએ પોતાના દેશમાં પ્રવેશવા દીધા નહોતા. પરંતુ ભારતમાં એ વખતે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. સોનિયા મહારાણી હતા. એ કહે એમ જ થતું. પ્રધાનમંત્રી નિવાસમાં પાદરીઓની તૂતી બોલતી હતી. સૌ જાણે છે સોનિયા ગાંધી ઇસાઇ મિશનરીનું પ્યાદું છે. ફેબ્રુઆરી 1986 માં પોપ જ્હોનનું ભારતમાં લાલ જાજમ પાથરી સ્વાગત થયું. એમણે ભારતની ધરતી પર રાજીવ-સોનિયાની હાજરીમાં એકવીસમી સદીમાં આખા એશિયા ખંડના ગળામાં ક્રોસ પહેરાવી દેવાનું એલાન કરેલું. બીજી વાત એમણે જાહેરમાં એ કરી કે સોનિયા મારી માનસપુત્રી છે…. પછીનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ…
રાજનીતિમાં ક્યારેય ન આવવાનું સોનિયાનું નાટક. અચાનક રાજીવની હત્યા. રાજીવની હત્યા પછી રહસ્યમય રીતે થોડા વર્ષ રાજકારણથી અલિપ્ત રહેવું અને એ પછી અચાનક સોનિયા દ્વારા કોન્ગ્રેસ અધ્યક્ષ સિતારામ કેસરીને લાત મારી પોતે કોગ્રેસ અધ્યક્ષની ખુરશી પર ચડી જવું. ઇસાઇ લોબીની બોલબાલા…સોનિયા પરિવારની મુઠ્ઠી કોન્ગ્રેસ… શાસનમાં સૌથી વધુ મજબૂત કોઇ થયું હોય તો એ ઇસાઇ મિશનરી, પશ્ચિમી બૌદ્ધિકો અને આતંકવાદી તરફી લોબી….
આ યાદી હજુ લંબાવી શકાય!

2014 સુધી બધા ઢોંગીઓ એક તરફી પ્રચારલીલા કરતા હતા. પહેલીવાર લોકોને ખબર પડીકે ભારતીય મીડિયામાં પણ પાકિસ્તાન તરફી, આતંકવાદ તરફી, ભારતને તોડનારી ટોળકી, સેક્યુલારિઝનો બૂરખો પહેરીને ફરી રહેલી વિવિધ ગેંગ છે. સંતોની હત્યા પાછળ પણ મિશનરીના કારનામા જવાબદાર છે. જ્યાં સંતોની હત્યા થઇ ત્યાં બેરોકટોક ધર્માંતરણનું કામ ચાલી રહ્યું છે.
અંગ્રેજોના સમયથી જંગલ વિસ્તારમાં ભોળા આદિવાસીઓનું ધમકી-લોભ લાલચથી ધર્માંતરણ ચાલી રહ્યું છે. મિશનરી લોબી પાવરફૂલ છે કે એ મીડિયામાં બેઠેલા એમના દલાલોનો સાથ લઇ ઘડીના છટ્ટા ભાગમાં ભારતને દુનિયાભરમાં બદનામ કરી શકે છે. ડાંગ એનું ઉદાહરણ છે. 1999-2000માં અહીં એક પણ ચર્ચની કાંકરી ખરી નહોતી, એક પણ ઇસાઇને ઘસરકો નહોતો પડ્યો તોય ભારતીય મીડિયાના દલાલોનો સાથ લઇ ગુજરાતને આખા વિશ્વમાં બદનામ કરી મૂકેલું. આવી તો અનેક ઘટનાઓ છે.
જંગલમાં આગ કોણે લગાડી છે એ હવે અજાણ્યું નથી. મિશનરી, ડાબેરીઓની મિલી ભગતથી આજ જંગલો લોહિયાળ બની રહ્યા છે.
નક્સલી ગુંડાઓ પાસે આટલા બધા અબજો રૂપિયાના શસ્ત્રો આવે છે ક્યાંથી? એમની આવકના સ્ત્રોત કયા? ખેર આવા તો ઘણા સવાલો છે.
અર્નબ ગોસ્વામીએ તો ખરેખર સાપનો કરંડિયો ખોલવાની હિંમત કરી છે. ઘણું ઝેર બહાર આવશે.
જાણીતા લેખક અને રાજકીય જાણકાર કિશોરભાઈ મકવાણાની કલમે
