તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર ફિલ્મ ‘સાંડ કી આંખ’ માં લઈને ચર્ચામાં છે. ફિલ્મ દિવાળી પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં કાસ્ટને લઇને પણ ઘણા વિવાદો ઉભા થયા છે. હવે તાપસી પન્નુ એક નિવેદનને લઇ ચર્ચામાં છે. તાપસી પન્નુનું કહેવું છે કે હજુ પણ એક્ટર્સને આપવામાં આવતી કુલ ચુકવણીના મુકાબલે પાંચ થી 10% જ આપવામાં આવે છે.
IANSની રિપોર્ટ અનુસાર, તાપસી એ કહ્યું, ‘એકટ્રેસને એક્ટરને આપવામ આવતી કુલ ચુકવણીના મુકાબલે માત્ર 5 થી 10% જ આપવામાં આવે છે. ખાસ કરીને, કારણ કે દર્શક પુરુષ પ્રધાન ફિલ્મ વધારે જોવે છે. હું લોકોથી અપીલ કરવા માંગુ છું કે તેઓ મહિલા પ્રધાન ફિલ્મોને પણ બરાબર મોકો આપે, ત્યારે બદલાવ આવશે. હજુ પણ અમને ( એક્ટ્રેસ) એક્ટરના મુકાબલે માત્ર 5 થી 10 % જ મળે છે, એ એટલા માટે કે મહિલા-પુરુષ પ્રધાન ફિલ્મો થી વધુ, પુરુષ-પ્રધાન ફિલ્મ જોવા વધુ જાય છે.
‘જો તમે મહિલા પ્રધાન ફિલ્મો જોવા જશો તો જ સાચી માત્રામાં અમારા ઉદ્યોગમાં સમાનતા આવશે. તમે બધા અમને આ પ્રાપ્ત કરવામાં મદદ કરો.’